ટ્રેન્ડિંગમનોરંજન

Merry Christmas Trailer: કેટરિના કૈફની ‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર રિલીઝ

Text To Speech

કેટરિના કૈફ અને સાઉથના સુપરસ્ટાર વિજય સેથુપતિની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સસ્પેન્સની સાથે કેટરિના અને વિજયની જબરદસ્ત રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર રિલીઝ

કેટરિના કૈફ અને વિજય સેથુપતિ અભિનીત આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરની શરૂઆત વિજય અને કેટરિનાથી થાય છે. તેઓ બંને ક્રિસમસના દિવસે મળે છે અને પછી તેઓ સાથે મનાવવાનું નક્કી કરે છે.

ફિલ્મમાં જબરદસ્ત સસ્પેન્સ

ફિલ્મમાં સસ્પેન્સની સાથે બંને વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ ખૂબ જ શાનદાર રીતે બતાવવામાં આવી છે. એક સીનમાં કેટરીના પણ વિજય સાથે લિપ-લોક કરતી જોવા મળે છે.

‘મિસ્ટર બચ્ચન’નો ફર્સ્ટ લૂક રિલીઝ, બિગ બીના લૂકમાં રવિ તેજા વિશે શું કહે છે લોકો?

ફિલ્મ આ ભાષાઓમાં પણ રિલીઝ થશે

ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. શ્રીરામ રાઘવનની આ ફિલ્મ ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. જેની કેટરીના અને વિજયના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ફરી એકવાર તમને ફિલ્મમાં બંને સ્ટાર્સની શાનદાર એક્ટિંગ જોવા મળશે.આ પહેલા કેટરીના કૈફ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળી હતી. ફિલ્મમાં બંનેની અદભૂત એક્શન જોવા મળી હતી.

Back to top button