ટ્રેન્ડિંગધર્મ

Merry Christmas: ઇસુ ખ્રિસ્ત વિશે આ જાણો છો?

25 ડિસેમ્બરનો દિવસ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્મતિથિને લઇને અનેક પ્રકારના મતભેદો પ્રવર્તે છે. ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર પ્રભુ ઇસુનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો. આજ કારણે ક્રિસમસ આ દિવસે મનાવવામાં આવે છે.

Merry Christmas: ઇસુ ખ્રિસ્ત વિશે આ જાણો છો? hum dekhenge news

માન્યતા અનુસાર ઇસુ ખ્રિસ્તે આ દિવસે મરિયમના ઘરે જન્મ લીધો હતો. મરિયમને એક સપનું આવ્યુ હતુ. આ સપનામાં તેમને પ્રભુના પુત્ર ઇસુને જન્મ આપવાની ભવિષ્યવાણી કરાઇ હતી. આ સપના બાદ મરિયમ ગર્ભવતી થઇ અને ગર્ભાવસ્થા દરમિયાન તેમણે બેથલહમમાં રહેવુ પડ્યુ. એવુ કહેવાય છે કે એક દિવસ જ્યારે રાત વધુ થઇ ગઇ અને મરિયમને રોકાવાની કોઇ યોગ્ય દિશા ન દેખાઇ. આવા સંજોગોમાં તેણે એવી જગ્યાએ રોકાવુ પડ્યુ જ્યાં લોકો પશુપાલન કરતા હતા. તેના બીજા જ દિવસે 25 ડિસેમ્બરના રોજ મરિયમે ઇસુ ખ્રિસ્તને જન્મ આપ્યો.

Merry Christmas: ઇસુ ખ્રિસ્ત વિશે આ જાણો છો? hum dekhenge news

ઇસુના જન્મસ્થળેથી થોડા અંતરે કેટલાક લોકો પશુ ચરાવી રહ્યા હતા. એવુ કહેવાય છે કે ભગવાન સ્વંય દેવદુતનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યા અને તેમણે પશુપાલકોને કહ્યુ કે આ નગરમાં એક મુક્તિદાતાનો જન્મ થયો છે. તેઓ સ્વંય ભગવાન ઇસુ છે. દેવદુતની વાત પર વિશ્વાસ કરીને તે લોકો તે બાળકને જોવા ગયા.

ધીમે ધીમે લોકોની ભીડ વધવા લાગી. લોકોનું માનવુ હતુ કે ઇસુ ઇશ્વરનો પુત્ર છે અને કલ્યાણ માટે પૃથ્વી પર આવ્યો છે. માન્યતા એ પણ છે કે પ્રભુ ઇસુ ખ્રિસ્તે જ ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી છે. આજ કારણે 25 ડિસેમ્બરને ક્રિસમસના તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે.

Merry Christmas: ઇસુ ખ્રિસ્ત વિશે આ જાણો છો? hum dekhenge news

જાણો ક્રિસમસની ખાસ પરંપરાઓ

  • ક્રિસમસ ખ્રિસ્તી ધર્મમાં માનનારાઓ માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. દરેક વ્યક્તિ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે, ખ્રિસ્તી ધર્મના લોકો ખાસ કરીને તેમના ઘર અને ચર્ચને શણગારે છે. કારણ કે કહેવાય છે કે ભગવાનને તેનાથી ખુશી મળે છે.
  • ક્રિસમસના દિવસે દરેક ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવવાની પરંપરા છે. આ દિવસે ઇસુને પ્રાર્થના કરવી જરૂરી છે. તે ચર્ચમાં અથવા ઘરે જ કરવાની હોય છે. ઈસુની યાદમાં પ્રગટાવેલી મીણબત્તીઓ લોકોના જીવનમાં પ્રકાશ અને પ્રગતિ લાવે છે.
  • ક્રિસમસના દિવસે રાત્રે 12 વાગે ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. કેમકે આ સમયે ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો.
  • ક્રિસમસના દિવસે કેક કાપવાની પણ ખાસ પરંપરા છે. આ જ કારણ છે કે લોકો ઘણી બધી વાનગીઓ બનાવે છે, પરંતુ કેક તો ખાસ બનાવવામાં આવે છે પરંતુ જીસસના જન્મની ખુશીમાં કેક કાપીને લોકોમાં વહેંચવાનો ખાસ રિવાજ છે.
  • ક્રિસમસ ટ્રીને સજાવવું પણ આ દિવસની ખાસ પરંપરામાં સામેલ છે.કૃત્રિમ અથવા ફર્ન ટ્રીને ક્રિસમસ ટ્રીની જેમ અલગ-અલગ રીતે સજાવવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે.
Back to top button