મનોરંજન

કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ Merry Christmasનું ફસ્ટ પોસ્ટર રિલીઝ

Text To Speech

શ્રીરામ રાઘવનની ફિલ્મ વિશે થોડા સમય પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મમાં વિજય સેતુપતિની સાથે અભિનેત્રી કેટરિના કૈફની જોડી બનાવવામાં આવી રહી છે. ત્યારે આ સમાચારથી ચાહકો ખૂબ જ ખુશ હતા કે બોલિવૂડની પોપ્યુલર અભિનેત્રી પ્રથમ વખત તમિલ સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે કામ કરશે. આ ફિલ્મનું નામ મેરી ક્રિસમસ છે અને તેનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને કેટરિના કૈફે પોતે શેર કર્યું છે. અભિનેત્રીએ આ પોસ્ટર રિલીઝ કરતાની સાથે જ ફેન્સની પ્રતિક્રિયાઓ આવવા લાગી.

Merry Christmas
Merry Christmas

આ પણ વાંચો:વિવાદો વચ્ચે ‘પઠાણ’ દેશની પહેલી ફિલ્મ હશે જે ICE ફોર્મેટમાં રિલીઝ થશે, જાણો શું છે આ ટેક્નોલોજી

મેરી ક્રિસમસનું ફસ્ટ પોસ્ટર રિલીઝ

કેટરિના કૈફે આ પોસ્ટરો સાથે લખ્યું, “હમ ઈસ ફિલ્મ કો ઈસ ક્રિસમસ પર હી રિલીઝ કરના ચાહતે થે..પર ઈસમે એક ટ્વીસ્ટ હૈ, જલ્દ હી સિનેમાઘરોમેં મિલેંગે! #મૈરીક્રિસમસ”

પોસ્ટર પર ફેન્સની પ્રતિક્રિયા

દર્શકોને અપેક્ષા હતી કે તેના શીર્ષક અનુસાર, ફિલ્મ ક્રિસમસ પર થિયેટરોમાં આવશે. પરંતુ એવું ન થયું જેથી આજે ફિલ્મનું પ્રથમ પોસ્ટર બહાર આવ્યું હતું અને તે રસપ્રદ લાગે છે. આ પોસ્ટર પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, “પહેલો લુક શાનદાર છે.” આ સિવાય એક કહે છે, “આ ધમાકેદાર જોડી માટે રાહ નથી જોઈ શકતો.” જ્યારે કેટલાક ચાહકોએ કહ્યું કે હા, વિજય સેતુપતિના કારણે જ આ ફિલ્મ જોશે. . જ્યારે કેટલાક લોકો એવા છે જે શ્રીરામ રાઘવનના ચાહક છે.

કેટરિના કૈફ -hum dekhenge news
કેટરિના કૈફ

મેરી ક્રિસમસ વર્ષ 2023માં રિલીઝ થશે

થોડા સમય પહેલા આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી અને ફિલ્મના સેટ પરથી તસવીરો પણ વાયરલ થઈ હતી. આ ફિલ્મ તમિલ અને હિન્દીમાં રિલીઝ થશે. એ વાત કોઈથી છુપી નથી કે શ્રીરામ રાઘવન એક સારા નિર્દેશક છે અને તેમણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. મેરી ક્રિસમસ વર્ષ 2023માં રિલીઝ થશે.

Back to top button