અંજારમાં ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનું કરાયું આયોજન
અંજાર: 19 ઓક્નાંટોબર,2023ના તાલુકા પંચાયત કચેરી અંજારમાં ધારાસભ્ય ત્રિકમ બી. છાંગાની અધ્યક્ષતામાં “મેરી માટી મેરા દેશ” અમૃત કળશ યાત્રા ફેઝ-૨ કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યનાં હસ્તે શીલા ફલકમને નમન કરી વીરોને વંદના કરવામાં આવ્યુ હતું. ત્યારપછી સરપંચ/વહિવટદાર દ્વારા લઈને આવેલ દરેક ગામના માટી ભરેલ કળશોને વધાવામાં આવ્યા અને તિરંગા રેલી કરવામાં આવી.પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો, તેમજ ધારાસભ્ય અને અધિકારીઓના હસ્તે દરેક ગામના કળશમાંથી માટી લઇ તાલુકાના કળશમાં માટી અર્પણ કરવામાં આવી. સાથેજ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ લોકોએ પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી, અને નિવૃત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યુ.
આ કાર્યક્રમમાં શોભનાબા એસ.જાડેજા, ભુરા વી છાંગા, તાલુકા પંચાયત અંજાર પ્રમુખ, ઉપપ્રમુખ, મશરૂ રબારી, જીલ્લા પંચાયત સદસ્ય મ્યાજર છાંગા, પરમા પટેલ, શાસકપક્ષ નેતા શામજી ચાવડા, રાણીબેન એ. થારું, રાજીબેન હુંબલ, આંબા રબારી, કાનજી જીવા આહીર, ભૂમિત વાઢેર, વેલા જરૂ, એ.પી.એમ.સી. ચેરમેન અંજાર ભક્તિબેન ગઢવી, સી.ડી.પી.ઓ અંજાર, તેમજ તાલુકા પંચાયત સદસ્યઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ભારતનું ગૌરવઃ કચ્છના ધોરડોને શ્રેષ્ઠ વૈશ્વિક ગામોની યાદીમાં સ્થાન મળ્યું