- મુખ્યમંત્રી તાપી જિલ્લાના ગુણસદા ગામે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થશે
- અંબાજીથી ઉમરગામ વચ્ચેના 14 જિલ્લામાં ઉજવણી થશે
- આ ઉજવણી 15મી ઓગસ્ટ સુધી ચાલશે
આજથી ‘મેરી માટી મેરા દેશ’નો ગુજરાતભરમાં આરંભ થશે. જેમાં મુખ્યમંત્રી આજે તાપીમાં, 14 જિલ્લામાં મંત્રીઓ વિશ્વ આદિવાસી દિવસ ઊજવશે. સાથે જ ગામેગામથી એકત્રિત થનારી માટી તાલુકા દિઠ એક કળશમાં એકત્રિત કરવામાં આવશે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ વચ્ચેના 14 જિલ્લામાં ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લાના ગુણસદા ગામે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી, જાણો મેઘના પ્રચંડ રાઉન્ડ વિશે
આ ઉજવણી 15મી ઓગસ્ટ સુધી ચાલશે
મંત્રીમંડળના સભ્યો અન્ય જિલ્લાની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ ઉજવણીની સાથે જ રાજ્યના દરેક જિલ્લામાં આજે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનનો આરંભ થશે. જે 15મી ઓગસ્ટ સુધી ચાલશે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં 89.19 લાખથી વધુ આદિવાસીઓ નિવાસ કરી રહ્યા છે. ગુજરાતના 18 ટકા ભૂ-ભાગમાં 14 જિલ્લાઓના 53 તાલુકાઓમાં 5,884 ગામોમા વસતા આદિવાસીઓના શૈક્ષણિક, આર્થિક, આરોગ્યલક્ષી અને સામાજિક સહિત સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાં કુલ રૂપિયા 3,410 કરોડમાંથી રૂપિયા 2,294 કરોડથી વધુ માત્ર શૈક્ષણિક ઉત્કર્ષ માટે ફાળવી છે. તેમાંથી અંદાજે 29 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓ માટે રૂપિયા 727 કરોડ 19 લાખની સહાય ચૂકવાઈ છે.
ગામેગામથીએકત્રિત થનારી આ માટી તાલુકા દિઠ એક કળશમાં એકત્રિત કરવામાં આવશે
વૈશ્વિક સ્તરે આદિવાસીઓના સર્વાંગણ ઉત્થાન માટે યુનાઈટેડ નેશન્સ- Sના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ એફેર્સ દ્વારા દરવર્ષે ઉજવાતા 9મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આ વર્ષે વર્ષ 2023 માટે ”મુળનિવાસી યુવાનો સ્વનિર્ભર થવા પરિવર્તનના વાહન થઈ ઉભરે” એ થીમ પર ઉજવણી કરવા સુચવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વન બંધુ કલ્યાણ યોજના-2 હેઠળ વર્ષ 2021-22થી વર્ષ 2025-26 સુધીમાં એક લાખ કરોડની અંદાજપત્રિય જાહેરાત કરી છે. આદિવાસી દિવસની ઉજવણી સાથે ઓગસ્ટ ક્રાંતિ દિવસ અર્થાત 9 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી મેરી માટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ દરેક તાલુકાથી માટી યાત્રા નિકળશે. ગામેગામથીએકત્રિત થનારી આ માટી તાલુકા દિઠ એક કળશમાં એકત્રિત કરવામાં આવશે.