અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મનેશનલમધ્ય ગુજરાતશ્રી રામ મંદિર

મેરે ઘર રામ આયે હૈઃ PM મોદીએ હવે જુબિન અને મુંતશિરના ભજનના પણ વખાણ કર્યા

  • PM મોદીએ એક વર્ષ પહેલાના રામ ભજન ‘મેરે ઘર રામ આયે હૈં’ને સોશિયલ મીડિયા પર શેર કર્યું

નવી દિલ્હી, 5 જાન્યુઆરી : અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાના આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ પહેલાના રામ ભજન ‘મેરે ઘર રામ આયે હૈં’ને સોશિયલ મીડિયા પર શેર કરી તેના વખાણ કર્યા છે. આ રામ ભજનને શેર કરતી વખતે પીએમ મોદીએ જુબિન નૌટિયાલ, મનોજ મુંતશિર અને પાયલ દેવની પણ પ્રશંસા કરી છે. આ ભજન સાંભળ્યા પછી, તમને તેના દરેક શબ્દમાં ભગવાન રામની હાજરીનો અનુભવ થશે. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા દેશભરમાં આનંદનો માહોલ છવાયો છે. આ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદી અને મોટા નેતાઓની સાથે બોલિવૂડ તેમજ અન્ય ક્ષેત્રની અનેક હસ્તીઓ પણ ભાગ લેશે.

રામલલ્લાની ભક્તિથી ભરપૂર સ્વાગત ભજન હૃદય સ્પર્શી : PM મોદી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ X (ટ્વિટર) પર ભગવાન શ્રી રામનું એક ખૂબ જ સુંદર ભજન શેર કર્યું છે. આ ઉપરાંત ભજન ગાયક જુબીન નૌટિયાલ, લેખક મનોજ મુન્તાશીર અને સંગીતકાર પાયલ દેવના પણ વખાણ કર્યા છે. આવી સ્થિતિમાં ભગવાન શ્રી રામની ભક્તિમાં ડૂબેલા જુબિન નૌટિયાલના ભજનને લોકો પસંદ કરી રહ્યા છે. આ ભજનમાં પાયલ દેવનો પણ અવાજ છે અને આ ભજનના શબ્દો મનોજ મુંતશિરે લખ્યા છે. ‘મેરે ઘર રામ આયે હૈં’ ભજન શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ‘ભગવાન શ્રી રામના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના અવસર પર અયોધ્યાની સાથે આખો દેશ ભગવાન રામના આવવાની ઉજવણી કરી રહ્યો છે. રામલલ્લાની ભક્તિથી ભરપૂર જુબીન નૌટિયાલજી, પાયલ દેવજી અને મનોજ મુંતશિરજીનું આ સ્વાગત ભજન હૃદય સ્પર્શી છે.”

એક વર્ષ પહેલા રીલીઝ થયેલું રામ ભજન હાલ થઈ રહ્યું છે વાયરલ

22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. ભગવાન રામની ભક્તિથી ભરપૂર ‘મેરે ઘર રામ આયે હૈં’ ભજન ગયા વર્ષે રિલીઝ થયું હતું. હવે આ ભજન રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના ઉત્સાહ વચ્ચે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ભજનના વીડિયોને યુટ્યુબ પર 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ જુઓ :રામલલાના જળાભિષેક માટે પાકિસ્તાન સહિત 155 દેશોમાંથી જળ એકત્ર કરાયું

Back to top button