ટ્રેન્ડિંગધર્મ

બુધ બદલી દેશે આ ત્રણ રાશિઓની જિંદગીઃ નહીં રહે કોઇ વાતની કમી

  • બુધ કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે ભદ્ર રાજયોગ બને છે
  • આ યોગના પ્રભાવથી જીવનમાં ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે
  • ઓક્ટોબર 2023ની શરૂઆતમાં બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ એક નિશ્વિત સમયગાળામાં બીજી રાશિમાં પ્રવેશ કરે છે. બુધ કોઇ પણ રાશિમાં એક મહિના સુધી રહે છે અને ત્યારબાદ બીજી રાશિમાં પ્રવેશે છે. હિંદુ પંચાગ અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ જ્યારે કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે ભદ્ર રાજયોગ બને છે. આ યોગના પ્રભાવથી જાતકોના જીવનમાં અનેક ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. ઓક્ટોબર 2023ની શરૂઆતમાં બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તે રાશિ ચક્રને સકારાત્મક અને નકારાત્મક બંને રીતે પ્રભાવિત કરશે. જાણો બુધના ગોચરથી કઇ રાશિની કિસ્મત ચમકશે

કન્યા રાશિ

બુધનું ગોચર કન્યા રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે. કન્યા રાશિના લોકો પોતાના વ્યક્તિત્વ અને સંચાર કૌશલ્યમાં સુધારો થયો હોવાનું અનુભવશે. સંબંધોમાં પ્રેમ વધશે અને પાર્ટનર સાથે રજાઓમાં ફરવાનો આ સૌથી સારો સમય રહેશે. પ્રોફેશનલ ભાગીદારીમાં પણ રોકાણ કરશે. ખૂબ જ નફો મેળવવાનો આ સૌથી સારો સમય હશે. વ્યક્તિઓના ફોકસનું સ્તર પણ વધશે અને જીવનમાં સંભવિત કાર્યોથી સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થશે. પરિવાર સાથે સારો સમય વીતાવી શકશો અને પરિવારમાં પ્રતિષ્ઠા વધશે.

બુધ બદલી દેશે આ ત્રણ રાશિઓની જિંદગીઃ નહીં રહે કોઇ વાતની કમી hum dekhenge news

મકર રાશિ

મકર રાશિના લોકો માટે ભાગ્યશાળી સમય હશે અને મુસીબતના સમયથી બહાર નીકળવાની આ સૌથી સારી રીત હશે. ભદ્ર રાજયોગ વ્યવસાય અને નોકરી બદલવાના યોગ લાવી શકે છે. તેનાથી લાઇફ પણ બદલાશે. જો તમારો કોઇ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે તો તેનું સમાધાન થવાની શક્યતાઓ છે. સાથે ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે અને વ્યવસાય સંબંધિત યાત્રાઓ વધી શકે છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારુ રહેશે અને ધાર્મિક કાર્યો કરવા માટે ઉત્તમ સમય રહેશે.

ધન રાશિ

ભદ્ર રાજયોગ બનવાથી ધન રાશિના જાતકો માટે પરેશાનીમાંથી બહાર નીકળવાનો ઉત્તમ સમય રહેશે. ધન રાશિના લોકોને આ સમયગાળામાં ઉચિત્ત ધન લાભ થશે અને મોટા લાભ થવાની શક્યતાઓ છે. આ સાથે તમારા કાર્યસ્થળ પર વેતન વૃદ્ધિની શક્યતાઓ છે અને પ્રમોશનના પણ યોગ છે. બિઝનેસ કરતા લોકો સારો નફો કરી શકશે અને નવુ કામ પણ શરૂ કરી શકશે.

આ પણ વાંચોઃ જાણો કયા ફુડ્સને ફ્રિજમાં ન રાખી શકાય? શું છે કારણ?

Back to top button