ટ્રેન્ડિંગધર્મ

બુધ વર્ષ 2024માં 16 વખત રાશિ બદલશેઃ ત્રણ રાશિને લાભ

Text To Speech
  • બુધ 7 માર્ચે મીન રાશિમાં પરિવર્તન કરશે અને ત્યારબાદ 26 માર્ચના રોજ મેષ રાશિમાં પ્રવેશશે. રાશિ પરિવર્તન ઉપરાંત બુધ 2 એપ્રિલના રોજ વક્રી ચાલ ચાલશે. ત્યારબાદ 25 એપ્રિલના રોજ પ્રગતિશીલ થશે

બુધ રાશિ પરિવર્તન કરીને 7 જાન્યુઆરી, 2024ના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ મકર રાશિમાં અને પછી 20 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં જશે. ત્યારબાદ બુધ 7 માર્ચે મીન રાશિમાં પરિવર્તન કરશે અને ત્યારબાદ 26 માર્ચના રોજ મેષ રાશિમાં પ્રવેશશે. રાશિ પરિવર્તન ઉપરાંત બુધ 2 એપ્રિલના રોજ વક્રી ચાલ ચાલશે. ત્યારબાદ 25 એપ્રિલના રોજ પ્રગતિશીલ થશે અને 9 એપ્રિલના રોજ મીન રાશિમાં પરિવર્તન કરશે.

10 મેના રોજ તે મેષ રાશિમાં, ત્યારબાદ 31 મેના રોજ વૃષભ રાશિમાં, 14 જુને મિથુન રાશિમાં અને 29 જુનના રોજ કર્ક રાશિમાં પરિવર્તન કરશે. 19 જુલાઈના રોજ બુધ સિંહ રાશિમાં રહેશે અને 5 ઓગસ્ટના રોજ વક્રી થયા બાદ 29 ઓગસ્ટના રોજ પ્રગતિશીલ થશે. ત્યારબાદ 22 ઓગસ્ટના રોજ કર્ક રાશિમાં જશે. 4 સપ્ટેમ્બરે તે સિંહ રાશિમાં, 23 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં, 10 ઓક્ટોબરે તુલા રાશિમાં અને 29 ઓક્ટોબરે વૃશ્વિક રાશિમાં પ્રવેશશે. 26 નવેમ્બરે ફરી વક્રી થઈ જશે. 16 ડિસેમ્બરે તે માર્ગી ચાલ ચાલવા લાગશે. જાણો કઈ રાશિઓને થશે લાભ

બુધ વર્ષ 2024માં 16 વખત રાશિ બદલશેઃ ત્રણ રાશિને લાભ hum dekhenge news

કન્યા રાશિ

બુધ કન્યા રાશિના સ્વામી છે. બુધ આખું વર્ષ અનેક રાશિઓમાં ફરશે, પરંતુ કન્યા રાશિના લોકો માટે બુધ હંમેશા શુભ ફળદાયી રહે છે. હવે બુધના કારણે કન્યા રાશિના લોકોનો બિઝનેસ દોડશે. આરોગ્ય લઈને સંતાન સુધી સારા સમાચાર સાંભળવા મળશે.

વૃશ્ચિક રાશિ

બુધના શુભ પ્રભાવથી વૃશ્ચિક રાશિના લોકોનો વેપાર ઉન્નતિ કરશે. બુધની કૃપાથી અટકેલા કામ પાર પડતા જોવા મળશે. બુધનું રાશિ પરિવર્તન ચોક્કસથી દેખીતો લાભ કરાવશે.

મકર રાશિ

મકર રાશિના લોકોનું લગ્ન જીવન ખુશખુશાલ રહેશે અને નોકરીમાં પ્રમોશનના યોગ છે. બુધ આ રાશિના લોકો માટે ગોલ્ડન ટાઈમ લાવશે.

આ પણ વાંચોઃ અવકાશમાં થઈ ટમેટાની ચોરી? પછી કેવી રીતે મળ્યાં?

Back to top button