બુધ ગોચરથી આ રાશિના લોકો પર થશે ધન વર્ષા


- ગ્રહોનો રાજકુમાર છે બુધ
- વૃશ્વિક સિવાય અન્ય રાશિઓ પર પણ અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધને ગ્રહોનો રાજકુમાર કહેવાય છે. બુધ 13 નવેમ્બરે રાતે 9.13 મિનિટે વૃશ્વિક રાશિમાં ગોચર કરી ચુક્યો છે. બુધનુ આ રાશિ પરિવર્તન વૃશ્વિક રાશિની સાથે સાથે ઘણી રાશિઓને ફાયદો પહોંચાડવાનું છે. બુધ ગ્રહ ધન, વેપાર, બુધ્ધિ, સંવાદ વગેરેનો કારક છે. બુધ બહુ ઓછા સમય સુધી ગોચર કરે છે, પરંતુ બુધના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પણ પડે છે. આ સમયે ગોચરના કારણે ચાર રાશિઓ એવી છે જેની પર ખુબ જ શુભ અસર થવાની છે. આવો જાણીએ આ ચાર રાશિ કઇ છે.
કર્ક રાશિ
બુધના આ રાશિ પરિવર્તનથી કર્ક રાશિના લોકો માટે સારો સમય શરૂ થઇ ચુક્યો છે. આ રાશિના લોકોને તાજેતરના સમયમાં કરિયરમાં ખુબ જ સફળતા મળશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. આવક વધવાના પણ યોગ રચાય છે. વેપારમાં ધનલાભ થઇ શકે છે.
કન્યા રાશિ
બુધનુ આ ગોચર કન્યા રાશિના લોકો માટે ઘણી બધી ખુશીઓ લઇને આવશે. આ રાશિના જાતકોના ઉત્સાહ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. વૈવાહિક જીવનમાં ખુબ ખુશીઓ આવશે. વિદેશ યાત્રા પર જવાના યોગ પણ છે.
વૃશ્ચિક રાશિ
બુધના આ ગોચરથી વૃશ્વિક રાશિના જાતકોને ખુબ જ લાભ થશે. આ ગોચરની સૌથી વધુ અસર આજ રાશિના લોકો પર થશે. આ રાશિના જાતકોને વેપારમાં પણ મોટો લાભ થશે. પરિવારમાં ખુશીઓ આવશે અને દરેક જગ્યાએ નફો થશે.
મીન રાશિ
બુધ વૃશ્વિક રાશિમાં પ્રવેશશે ત્યારે મીન રાશિના જાતકોને ભાગ્યનો પુરેપુરો સાથ મળશે. કિસ્મતની મદદથી તમામ કામ પાર પડશે. કરિયરમાં પણ મોટો લાભ થવાના યોગ છે. કોઇ મિત્રના આગમનથી તમારા જીવનમાં ખુશીઓ આવશે. વેપારમાં પણ લાભ થશે.
આ પણ વાંચોઃ આ તારીખથી શરૂ થશે બેન્ડ બાજા બારાત, જાણી લો લગ્નના દસ મુહુર્તો