ટ્રેન્ડિંગધર્મ

કન્યા રાશિમાં આજે બુધનો પ્રવેશઃ બનશે બે રાજયોગ, કોને થશે લાભ?

Text To Speech
  • આજે રાતે (1 ઓક્ટોબર) રાતે 8.39 વાગ્યે બુધ ગ્રહ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશશે. બુધના પ્રવેશ સાથે જ ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. સૂર્ય દેવ પહેલેથી જ કન્યા રાશિમાં વિરાજમાન છે. જેના પરિણામ સ્વરૂપે બુધ અને સુર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગનું પણ નિર્માણ થશે.

આ વર્ષે ઓક્ટોબર મહિનામાં અનેક ગ્રહોના ગોચરનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. બુદ્ધિ અને વેપારનો કારક ગણાતો બુધ 1 ઓક્ટોબરે એટલે કે આજે પોતાની જ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. કન્યા રાશિમાં બુધના પ્રવેશથી બે રાજયોગનું નિર્માણ થવાનું છે, જે રાશિઓના ભાગ્યોદયનું કારણ બનશે. આજે રાતે 8.39 વાગ્યે બુધ ગ્રહ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશશે. બુધના પ્રવેશ સાથે જ ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. સૂર્ય દેવ પહેલેથી જ કન્યા રાશિમાં વિરાજમાન છે. જેના પરિણામ સ્વરૂપે બુધ અને સુર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગનું પણ નિર્માણ થશે. ત્યારબાદ 7 ઓક્ટોબરના દિવસે બુધ સ્વાતિ નક્ષત્ર અને 31 ઓક્ટોબરના દિવસે વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. કન્યામાં બુધના પ્રવેશથી બુધાદિત્ય રાજયોગ અને ભદ્ર રાજયોગ કઇ રાશિઓની કિસ્મત ચમકાવશે?

સિંહ રાશિ

કન્યા રાશિમાં બની રહેલો ત્રિગ્રહી યોગ સિંહ રાશિના જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વેપારની સ્થિતિ મજબૂત થશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થવા લાગશે. સંતાન સાથે જોડાયેલા સારા સમાચાર તમને મળી શકે છે.

આજે કન્યા રાશિમાં બુધનો પ્રવેશઃ બનશે બે રાજયોગ, કોને થશે લાભ? hum dekhenge news

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે કન્યા રાશિમાં બની રહેલો ત્રિગ્રહી યોગ ફાયદાકારક છે. તમારુ આરોગ્ય સારુ રહેશે. વેપાર સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે. નોકરીની શોધ કરી રહલા લોકોને નોકરીનો ઇન્ટરવ્યુ કોલ આવી શકે છે. ધન લાભના નવા સ્ત્રોત ઉભા થશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.

મકર રાશિ

મકર રાશિના લોકોને બુધના ગોચરનો ફાયદો મળશે. બે રાજયોગના નિર્માણથી તમારી આવક વધશે. પરિવારમાં સુખ સંપદા રહેશે. પૂર્વમાં કરેલા રોકાણના લીધે તમને શુભ સમાચાર મળશે. કોઇ જુના મિત્ર સાથે મુલાકાત પણ થઇ શકે છે.

આ પણ વાંચોઃ મોડી રાત સુધી તમે પણ ફોન નથી જોતા ને? જાણી લેજો નુકશાન

Back to top button