નેશનલ

દિલ્હીમાં ઠંડીનો પારો 1.9 ડિગ્રી પર, તો ધુમ્મસના કારણે જનજીવન થયું પ્રભાવિત

Text To Speech

એક તરફ ગુજરાતમાં ઠંડીનું જોર આજે ઓછું જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશના પાટનગર દિલ્હીમાં ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. દિલ્હીમાં આજે પારો 1.9 ડિગ્રીએ પહોંચી જતા દિલ્હીના લોકો ઠુંઠવાયા હતા. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. આજે પણ ટ્રેનો અને ફ્લાઈટો મોડી ચાલી રહી છે.

દિલ્હીમાં તાપમાન નીચુ જતા લોકો ઘરની બહાર તેમજ ઘરની અદંર સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જો કે હવામાન વિભાગે જણાવ્યુ હતું કે આજે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સુર્યની ગરમીથી લોકોને રાહત મળશે. સાંજે 5 વાગ્યા બાદ ફરીથી ઠંડીનો પ્રકોપ શરુ થઈ જશે.

દિલ્હીમાં વધી રહેલી ઠંડીના કારણે દિલ્હી આવતી-જતી ઘણી ટ્રેનો રદ તેમજ ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘણી ટ્રેનો કલાકો મોડી દિલ્હી પહોંચી રહી છે. પ્રતિકૂળ હવામાનને ન હોવાને કારણે દિલ્હીથી ઘણી ફ્લાઇટ્સ પણ મોડી પ્રસ્થાન થઈ રહી છે જેમા ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપતા કહ્યુ હતું કે ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર લગભગ 20 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે.

Train late Delhi Weather Hum Dekhenge News

આ તરફ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હોવાના કારણે વાહનોની સ્પીડ ઘટી ગઈ છે. આજે ઘણી જગ્યાએ ટ્રાફિકની ગતિ ધીમી જોવા મળી રહી છે. સતત વધી રહેલી ઠંડીના કારણે લોકો ધ્રૂજી ઠુંઠવાયા છે. દિલ્હીના રસ્તાઓ પર દરેક જગ્યાએ બોનફાયર જોવા મળે છે. દિલ્હી ઉપરાંત દ્વારકા, મહિપાલપુર, એરપોર્ટ, નજફગઢ, છત્તરપુર અને બાદરપુર જેવા ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આજે ધુમ્મસને કારણે રસ્તાઓ પર દોડતા વાહનોની સ્પીડ પર બ્રેક લાગી ગઈ હતી.

Back to top button