ટ્રેન્ડિંગધર્મ

નવા વર્ષમાં બુધ અને શનિ મળીને બનાવશે દુર્લભ યોગ, જાણો કોને મજા?

Text To Speech
  • વર્ષ 2025ની શરૂઆતમાં બુધ અને શનિ મળીને એક દુર્લભ યોગ બનાવી રહ્યા છે. તે આમ તો 12 રાશિઓને અસર કરશે, પરંતુ ત્રણ રાશિ માટે શુભ રહેશે

HD ન્યુઝ ડેસ્કઃ ગ્રહોનો રાજકુમાર બુધ 30 વર્ષ પછી શનિદેવ સાથે યુતિ કરવા જઈ રહ્યા છે. નવા વર્ષ 2025માં બંને ગ્રહો 19 જાન્યુઆરીએ રાત્રે 9.58 કલાકે 60 ડિગ્રી પર હશે. આ કારણે ત્રિ-એકાદશ યોગ બનશે, જે ત્રણ પસંદગીની રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે. જો કે શનિ અને બુધનો સંયોગ તમામ 12 રાશિઓને કોઈને કોઈ રીતે અસર કરશે. કોઈક રાશિ માટે સારું પરિણામ આપશે, તો કોઈક રાશિ માટે ખરાબ, પરંતુ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે, જેમને આ યુતિથી આર્થિક લાભ અને ભાગ્યનો સાથ મળશે.

નવા વર્ષમાં બુધ અને શનિ મળીને બનાવશે દુર્લભ યોગ, જાણો કોને મજા? hum dekhenge news

કુંભ

કુંભ રાશિના જાતકોને શનિ બુધના યુતિના શુભ પ્રભાવથી લાભ થશે. આ લોકોને તેમના કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. તેમજ નોકરી કરતા લોકોને ઇન્ક્રીમેન્ટનો લાભ મળી શકે છે. અપરિણીત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવશે. આ સિવાય જૂનું રોકાણ લાભ આપી શકે છે.

મકર

શનિ બુધની યુતિ મકર રાશિના લોકો માટે સકારાત્મક પરિણામ આપશે. લેખન, મીડિયા કે કોમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને વધુ ફાયદો થશે. તેમને તેમની કારકિર્દીમાં વૃદ્ધિની તકો મળશે. કાયદાકીય મામલામાં સફળતા મળશે. શનિદેવની કૃપાથી ઘણા બગડેલા કામો થવા લાગશે.

મેષ

મેષ રાશિના જાતકો માટે શનિ અને બુધનો સંયોગ લાભદાયક રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સારા પરિણામ જોવા મળશે. તેમજ શેરબજારમાં કરેલું જુનું રોકાણ નફો આપી શકે છે. પરિવાર સાથે ફરવાની યોજના બની શકો છો. મજબૂત આર્થિક સ્થિતિને કારણે પ્રસન્નતા રહેશે.

આ પણ વાંચોઃ માયાવી ગ્રહ રાહુ વર્ષ 2025માં ત્રણ રાશિઓને મોજ કરાવી દેશે

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

Back to top button