રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી માટે અમદાવાદના વેપારીઓએ કર્યું ખાસ આયોજન
- પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વેપારી સંગઠનોમાં પણ ઉત્સાહ
- અમદાવાદની વેપારી કોમ્યુનિટીના અલગ અલગ આયોજનો કર્યા
- 22 જાન્યુઆરીએ કાપડના વેપારીઓ દ્વારા બજારમાં રેલી કાઢવામાં આવશે
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી માટે અમદાવાદના વેપારીઓએ ખાસ આયોજન કર્યું છે. જેમાં 22મીએ ન્યૂ ક્લોથ માર્કેટમાં સેલિબ્રેશન થશે. તથા ચોકસી મહાજન, માધુપુરા, રતનપોળના બજારો બંધ રહેશે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી માટે અમદાવાદની વેપારી કોમ્યુનિટીના અલગ અલગ આયોજનો કર્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વેપારી સંગઠનોમાં પણ ઉત્સાહ
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વેપારી સંગઠનો 22 જાન્યુઆરીના આયોજન માટે બેઠકો યોજી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વેપારી સંગઠનોમાં પણ ઉત્સાહ છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને તેના અનુસંધાને અમદાવાદના વિવિધ વેપારી સંગઠનો બજારોએ અલગ અલગ આયોજન કરી રહી છે. ગુજરાતમાં કાપડની સૌથી મોટી હોલસેલ માર્કેટમાની એક ન્યુ ક્લોથ માર્કેટમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઉજવણી કરવામાં આવશે તો માણેકચોક ચોકસી મહાજન બજાર, માધુપુરા તેમજ રતનપોળના વેપારીઓએ આ દિવસે રજા રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અન્ય સંગઠનો દ્વારા 22 જાન્યુઆરીના આયોજન માટે બેઠકો યોજવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદથી અયોધ્યા માત્ર બે કલાકમાં, રામ ભક્તોમાં ઉત્સાહ વધ્યો
22 જાન્યુઆરીએ કાપડના વેપારીઓ દ્વારા બજારમાં રેલી કાઢવામાં આવશે
ન્યૂ ક્લોથ માર્કેટ મસ્કતી મહાજનના જણાવ્યા પ્રમાણે, મહોત્સવના દિવસે 22 જાન્યુઆરીએ કાપડના વેપારીઓ દ્વારા બજારમાં રેલી કાઢવામાં આવશે. આ માટે પોલીસની મંજૂરી માંગવામાં આવી છે. આ સાથે જ બજારના જય માતા દી સેવા મંડળ દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે અંદાજે 3,000થી વધુ લોકો પ્રસાદ લેશે તેમજ માર્કેટમાં આવેલા મંદિરમાં આરતી કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વેપારી સંગઠનોમાં પણ ઉત્સાહ છે. અમદાવાદના જવેરીઓના સંગઠન શ્રી ચોકસી મહાજન માણેકચોક બજારે તેમના વેપારી સભ્યોને દુકાનો બંધ રાખી ઘરે જ ઉજવણી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત માધુપુરા માર્કેટ અને રતનપોળના વેપારીઓએ પણ આ પ્રસંગે રજા પાડવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના અન્ય વેપારી સંગઠનો પણ 22 જાન્યુઆરીના દિવસે વિવિધ કાર્યક્રમોના આયોજન માટે બેઠકો યોજી રહી છે.