ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં હવાના પ્રદૂષણનું સ્તર વધતાં માનસિક રોગના દર્દી વધ્યા, આંકડો જાણી રહેશો દંગ

Text To Speech

ગુજરાતમાં હવાના પ્રદૂષણનું સ્તર વધતાં ડિપ્રેશન, માનસિક રોગના દર્દીઓમાં વધારો થયો છે. હવામાં ફરતા રજકણો મગજ સુધી પહોંચી તાણનો સ્ત્રાવ વધારે છે. તેથી ગુજરાતમાં એક જ વર્ષમાં નવા 6.85 લાખ માનસિક રોગના દર્દી નોંધાયા છે. સતત વધતાં જતાં ઔદ્યોગિકરણ વચ્ચે હવાના પ્રદૂષણમાં જંગી વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો:  રાજકોટમાં 200 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરાશે, જાણો કોને થશે લાભ 

વર્ષ 2019-20ના અરસામાં ગુજરાતમાં 6.41 લાખ માનસિક દર્દી નોંધાયા

તાજેતરમાં જ જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. વિવિધ રિસર્ચને ટાંકી તબીબોનું કહેવું છે કે, હવાના પ્રદૂષણને કારણે ડિપ્રેશન તથા અન્ય માનસિક સમસ્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક રોગના દર્દીઓની સંખ્યામાં વધારો દેખાયો છે, વર્ષ 2019-20ના અરસામાં ગુજરાતમાં 6.41 લાખ માનસિક દર્દી નોંધાયા હતા, એ પછી વર્ષ 2020-21માં આ આંકડો વધી નવા 6.85 લાખ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: ગાયના છાણાં અને 32 પ્રકારની જડીબુટ્ટીઓની વૈદિક હોળી, તૈયાર કિટ બજારમાં આવી

સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હવાના પ્રદૂષણની અસર વધારે જોવા મળી

વિવિધ રિસર્ચને ટાંકી ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશનું કહેવું છે કે, હવાના પ્રદૂષણને કારણે ડિપ્રેશન અને માનસિક સમસ્યાના કેસમાં વધારો થયાનું સામે આવ્યું છે. જે દિવસે હવાનું પ્રદૂષણ વધારે હોય તે દિવસે મૃત્યુના દરનું પ્રમાણ પણ વધી જાય છે. પ્રદૂષણને કારણે હવામાં ફરતા જે રજકણો હોય છે તે ફેફસાંમાં જાય છે, તેની સાથે મગજમાં પણ જતાં હોય છે, જેને કારણે તાણના સ્ત્રાવનું પ્રમાણ વધી જાય છે, જે ચિત્તભ્રમ તથા અન્ય માનસિક બીમારને આમંત્રણ આપે છે.

આ પણ વાંચો: સુરતમાં પોપ્યુલર બિલ્ડરનું વધુ એક કૌભાંડ, વેવાણ સાથે રૂ.3.25 કરોડની ઠગાઈ કરી

અભ્યાસમાં સામે આવ્યું છે કે, પ્રદૂષણ ચિંતા, હતાશામાં વધારો કરે છે. એકંદરે થોડું કે વધારે પ્રદૂષણ માનસિક સમસ્યાને આમંત્રણ આપે છે. એક સર્વેમાં ચાર લાખ લોકો પર પ્રયોગ કરાયો હતો, જેમાં તમામ લોકોના આરોગ્ય રેર્ક્ડ, જીવન શૈલી તથા હવાના પ્રદૂષણને ધ્યાને લેવાયા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે, જે લોકો ઓછા હવાના પ્રદૂષણમાં રહેતા હતા તેઓને હતાશા કે ચિંતાના લક્ષણો ઓછા જોવા મળ્યા હતા, સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હવાના પ્રદૂષણની અસર વધારે જોવા મળી હતી.

Back to top button