Mental health: આ સમસ્યાઓને હળવાશથી ન લેશો, થશે મોટી મુસીબત
ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીની અસર માત્ર શરીર પર નહીં, પરંતુ તમારી મેન્ટલ હેલ્થ પર પણ પડે છે. તે તમને ડિપ્રેશન અને એન્ગ્ઝાઇટી તરફ ધકેલી શકે છે. બાળપણથી લઇને વૃદ્ધાવસ્થા સુધી જીવનના દરેક તબક્કામાં માનસિક સમસ્યા ઉભી થઇ શકે છે. તેને ઇગ્નોર કરવી ભારે પડે છે.
મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા થતા યાદશક્તિ કમજોર થઇ શકે છે. ક્યારેક એન્ગ્ઝાઇટીની સમસ્યા પણ થઇ શકે છે. કોવિડ બાદથી આ માનસિક આરોગ્યના મુદ્દાને લઇે ગંભીરતા પહેલા કરતા વધી છે. કોરોના કાળમાં આ મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા થતા લોકો ડિમેન્શિયા અને ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. કેટલાક લોકોએ તો સુસાઇડ જેવા ખતરનાક પગલાં પણ ભરી લીધા હતા. જોકે હજુ પણ લોકો આ બાબતે ધ્યાન આપવાનું જરૂરી સમજતા નથી. જો કેટલીક બાબતો પર ધ્યાન રાખવામાં આવે તો મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા સામે લડી શકાય છે.
શું હોય છે મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા
મેન્ટલ હેલ્થમાં તમારુ ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક કલ્યાણ સામેલ હોય છે. તે દર્શાવે છે કે તમે કેવી રીતે વિચારો છો, શું અનુભવો છો અને કેવી રીતે કામ કરો છો? આ ઉપરાંત તે દર્શાવે છે કે તમે સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરો છો. બીજાના પ્રોબલેમ સાથે કેવી રીતે રિલેટ કરો છો.
સાવ સામાન્ય છે માનસિક બીમારી
જાણકારો કહે છે કે દુનિયાભરમાં દર આઠમાંથી એક વ્યક્તિ માનસિક રોગથી પીડાય છે. તેમાં એન્ગઝાઇટી અને ડિપ્રેશન સૌથી સામાન્ય સમસ્યા છે. કેટલાક લોકો પાસે તો તેના ઉપચાર માટે કોઇ બહેતર સાધન પણ હોતુ નથી. આ કારણે આ સમસ્યા ગંભીર પરિણામ આપે છે.
મેન્ટલ હેલ્થના લીધે કઇ કઇ બિમારી થાય છે?
ડિપ્રેશન, ઓટિઝમ, ડિમેન્શિયા, એન્ગઝાઇટી ડિસઓર્ડર, ફોબિયા, મુડ સ્વીંગ, મુડ ડિસઓ્ડર, ઇટિંગ ડિસઓર્ડર. પર્સનાલિટી ડિસઓર્ડર
મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી બિમારીથી આ રીતે રહો દુર
મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે નિયમિત પણે યોગા, એક્સર્સાઇઝ અને મેડિટેશન કરો. ઝિંક, વિટામીન બી, ઓમેગા 3, મેગ્નેશિયમ, વિટામીન ડીનું સેવન કરો.
આ પણ વાંચોઃ ફિફા વર્લ્ડ કપમાં છવાયો ‘કેપ્ટન કૂલ’નો રંગ : મેચ કરતાં નંબર-7 ની જર્સી થઈ વાયરલ