મેન્ટલ ડિસઓર્ડર : આ 5 માનસિક રોગો છીનવી લેશે તમારા જીવનની શાંતિ, તરત જ બચો આનાથી
માનસિક બિમારીઓમાંથી સમયસર સાજા થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રોગમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને સમયસર ઓળખીને સારવાર લેવી જોઈએ.
જે રીતે શારીરિક સ્વાસ્થ્ય જરુરી છે. તે જ રીતે મગજનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. તે શરીરના તમામ અંગોના સંચાલનનું કામ કરે છે. જેના કારણે કિડની, લીવર અને અન્ય અંગો યોગ્ય રીતે કામ કરી શકે છે. મગજમાં ગરબડ થાય તો બીજી તકલીફો થવા લાગે છે. માનસિક બીમારીના લક્ષણો સમયસર જાણી શકાતા નથી. ઘણીવાર એવુ પણ બને છે લક્ષણો ખૂબ મોડેથી દેખાય છે. વ્યક્તિ પોતાનામાં જીવન જીવવાનું શરૂ કરી દે છે. એકલતા, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી, એકાગ્રતાનો અભાવ જેવા ઘણા લક્ષણો દેખાય છે.
આ પણ વાંચો : કપલ્સ સંબંધોમાં મીઠાશ જાળવી રાખવા અપનાવે રિલેશનશીપના આ અનમોલ મંત્ર
શારીરિક બિમારી વિશે વાત કરતા લોકો અચકાતા નથી. પરંતુ વાત જ્યારે માનસિક બીમારીની આવે છે. ત્યારે લોકો ખૂલીને તો બહુ દુર પણ પોતાના અંગત વ્યક્તિ સાથે પણ વાત કરી શકતા નથી. તેમને લાગે છે લોકો તેમને પાગલ સમજશે. જેને કારણે આવી વ્યક્તિઓ સાયઈક્રાટ્રીસ્ટ કે સાયકોલોજીસ્ટરને મળતા પણ અટકે છે. તેમજ આજ કારણથી આવી વ્યક્તિઓ પોતાની માનસિક બીમારી વિશે કોઈ સાથે ખૂલી ને વાત કરી શકતા નથી. જે કારણે તેના ઘણા ખરાબ પરિણામો આવે છે. ઘણીવાર આવી વ્યક્તિઓ પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી લે છે. માટે માનસિક સ્વસ્થ્ય પણ એટલું જ જરુરી છે. ઘણીવાર અમુક શારીરિક બીમારીઓનું કારણ પણ માનસિક બીમારી હોય છે. તો આજે આપણે એવી 5 માનસિક વિકૃતિઓ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું, જેના કારણે વ્યક્તિના જીવન માટે સંકટ બનવા લાગે છે. તેમની સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- ફોબિયા
ફોબિયા એક માનસિક વિકાર છે. આ રોગને કારણે વ્યક્તિને કોઈ ખાસ વસ્તુ, પરિસ્થિતિ અથવા કોઈપણ પ્રવૃત્તિથી ડર લાગવા લાગે છે. ગભરામણ થવા લાગે છે અને તે પેનિક થવા લાગે છે. આજુબાજુ બનતી ઘટનાઓ ગંભીર નથી હોતી, પરંતુ તેના બનવાનો ડર ઘણો વધવા લાગે છે.
- ડિપ્રેશન
મગજમાં સંદેશા પ્રસારિત કરવા માટે કેટલાક ચેતાપ્રેષકો છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ સેરોટોનિન છે. તે વ્યક્તિના મૂડને નિયંત્રિત કરે છે. તે પાચન તંત્ર માટે મગજમાં સંદેશાઓ પ્રસારિત કરે છે. જો શરીરમાં સેરોટોનિનની ઉણપ થાય તો તે વ્યક્તિને ડિપ્રેશન તરફ દોરી શકે છે. સેરોટોનિન ઉપરાંત, અન્ય ચેતાપ્રેષકો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં ડોપામાઈન ન્યુરોટ્રાન્સમીટર હોય છે. તે આપણા મધ્ય મગજમાંથી ઉદ્ભવે છે. તેને હેપ્પી હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. તેની ઉણપ પણ ડિપ્રેશન તરફ દોરી જાય છે.
આ પણ વાંચો : શું છે હેપ્પી હોર્મોન, ખુશ રેહવા માટે કેમ જરૂરી છે ?
- ઇટિંગ ડિસઓર્ડર
ઇટિંગ ડિસઓર્ડર એ એક પ્રકારની માનસિક વિકૃતિ છે. આમાં ક્યારેક વ્યક્તિને વધુ ભૂખ લાગે છે. જેને કારણે તે ઓબેસીટી (મેદસ્વીતાપણા) નો શિકાર થાય છે. તો ક્યારેક તો વ્યક્તિ કંઈ જ ખાતી નથી. ઘણી વખત ભૂખ એટલી ઓછી થઈ જાય છે કે વજન ઘણું ઓછું થવા લાગે છે. જેને કારણે તે બુલિમિઆ નર્વોસા( ઓછી ભૂખ લાગવી)નો શિકાર થઈ શકે છે.
- પર્સનાલીટી ડિસઓર્ડર
પર્સનાલીટી ડિસઓર્ડરમાં, વ્યક્તિને સમજવામાં અને લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે સંબંધો બગડવા લાગે છે. માટે સામાજિક પ્રવૃતિઓ ઘણી ઓછી થઈ જાય છે. આવી વ્યક્તિઓને શાળા, ઘર બધે જ રહેવામાં તકલીફ પડે છે.
- મૂડ ડિસઓર્ડર
મૂડ ડિસઓર્ડર વ્યક્તિની લાગણીઓને અસર કરે છે. આ રોગમાં વ્યક્તિ અતિશય સુખ, ઉદાસી કે બંનેમાં વર્તે છે. આમાં ગુસ્સો અને ચીડિયાપણું જોવા મળે છે. તેમજ વ્યક્તિનો મૂડ ક્યારે બગડશે તેની જાણ હોતી નથી. તે થોડીવાર ખુશ હશે તો થોડીવાર પછી દુખી જોવા મળે છે. આમ વ્યક્તિના મુડમાં થોડી થોડી વારે બદલાતો રહે છે.