ટ્રેન્ડિંગવર્લ્ડ

માસિક સ્ત્રાવનો ફેસ માસ્ક તરીકે કરે છે ઉપયોગ, અને વધારાનું બોટલમાં ભરી બજારમાં વેચે છે: કારણ જાણી ચોંકી જશો

Text To Speech

સારો સેલ્સમેન એને જ કહેવાય જે કઈ પણ વેચી આવે છે. આજકાલ ઇન્ટરનેટની દુનિયામાં પણ કઈક આવું જ છે. બધી જ વસ્તુઓ ઓનલાઇન વચતી થઈ છે. ત્યારે ઘણી વાર ન વેચાતી વસ્તુઓ પણ અહી વેચાતી જોવા મળે છે. આ છોકરી એક એવી વસ્તુ વેચી રહી છે જે જાણીને તમે ચોંકી જશો, અને કદાચ તેનો ઉપયોગ સાંભળીને ઊલટી પણ થઈ શકે છે.

આ છોકરી પોતાના માસિક સ્ત્રાવને બોટલમાં પેક કરી વેચી રહી છે. આ છોકરી વ્યવસાયે મોડલ છે. તે કહે છે કે તે તેની ત્વચાની કાળજી માટે નિયમિત રીતે તે પીરિયડ બ્લડનો ઉપયોગ કરે છે. તેણી તેને ચહેરાના માસ્ક તરીકે વાપરે છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે. 22 વર્ષની આ મોડલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર Xehli G નામના એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેણીએ કહ્યું કે તે દરેક વસ્તુનો ઉપયોગ કેર છે, જે તેની ત્વચાને સારી રાખે છે. તેણે કહ્યું, ‘હંમેશા સુંદર અને સ્વસ્થ દેખાવા કોણ નથી ઈચ્છતું? હું માનું છું કે કુદરતની બનાવેલી વસ્તુઓના ઉપયોગથી ત્વચા સ્વસ્થ્ય રહે છે.

આ છોકરી ચહેરા પર માસિક સ્ત્રાવનો ફેસ માસ્ક લગાવે છે, જે ખૂબ જ વિચિત્ર છે. તેણીનો દાવો છે કે આ વસ્તુને લગાવવાથી તેની ત્વચા વધુ સુંદર લાગે છે. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, યુવતીનું કહેવું છે કે તે તેના ચહેરા પર પીરિયડ બ્લડ લગાવે છે અને તેનાથી તેને તેની સુંદરતા જાળવી રાખવામાં મદદ મળે છે.

તેણીનો હંમેશા પીરિયડ્સ આવવાની રાહ જુએ છે

સામાન્ય રીતે છોકરીઓ ઈચ્છે છે કે તેમનો પીરિયડ્સ જલદીથી જલ્દી સમાપ્ત થઈ જાય, જેથી તેઓ પીરિયડ્સ દરમિયાન થતી પીડા અને તમામ પ્રકારની શારીરિક સમસ્યાઓથી છૂટકારો મેળવી શકે, પરંતુ આ એક એવી છોકરી છે, જે પોતાના પીરિયડ્સની રાહ જુએ છે.

આ છોકરી તેના પીરીયડનું લોહી વેચે છે

રિપોર્ટ્સ અનુસાર, યુવતીનું કહેવું છે કે તે પોતાનું પીરિયડ બ્લડ બોટલમાં ભરીને વેચે છે. તેણીનો દાવો છે કે લોકોમાં તેની માંગ છે, તેથી તે કેટલાક અન્ય સૌંદર્ય ઉત્પાદનોને લોહીમાં ભેળવીને વેચે છે. તેણીએ આ વિચિત્ર બ્યુટી પ્રોડક્ટને ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિ તરીકે વર્ણવી છે. તેમનું કહેવું છે કે આનાથી ત્વચા સુંદર રહે છે.

Back to top button