મર્દ કો દર્દ નહીં હોતા? કેમ પુરુષો સ્ત્રીઓની જેમ રડી શકતા નથી?
આપણે નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે મર્દ કો દર્દ નહી હોતા. જોકે એ વાત સાચી નથી. પુરુષો આંસુ વહાવી શકતા ન હોવાથી આવી કહેવતો પ્રચલિત થઇ હતી. જ્યારે કોઇ છોકરો રડે છે ત્યારે તેને ચૂપ કરાવવા માટે એવું કહેવામાં આવે છે કે શું છોકરીઓની જેમ રડે છે? આપણે છોકરાઓ નાના હોય ત્યારથી જ તેમના મગજમાં એ વાત ભરી દીધી હતી કે છોકરાઓ રડતા નથી. સાયન્સની વાત માનીએ તો પુરુષો જલ્દી રડી શકતા નથી તેની પાછળ તેમનુ રફ એન્ડ ટફ હોવુ નહીં, પરંતુ બીજુ કારણ જવાબદાર છે. હોલેન્ડમાં એક રિસર્ચર મહિલા અને પુરુષોના આંસુઓ પર સંશોધન કરી ચુક્યા છે. તો જાણો મહિલાઓ વધુ કેમ રડે છે અને પુરુષો કેમ રડતા નથી?
આની પાછળ જવાબદાર છે હોર્મોન
કોઇ દુઃખને હેન્ડલ કરવાની સૌની પોતપોતાની રીત હોય છે. કેટલાક લોકો આંસુ વહાવી લે છે, તો કેટલાક લોકો દર્દને અંદર જ દબાવીને રાખે છે. જો મહિલાઓ અને પુરૂષોની તુલના કરવામાં આવે તો સ્ત્રીઓને જલ્દી રડવુ આવી જાય છે, તેના બદલે પુરુષો ઓછુ રડે છે. તેની પાછળનું કારણ વૈજ્ઞાનિકો હોર્મોનને માને છે.
મહિલાઓને રડાવતુ હોર્મોન
હોલેન્ડના પ્રોફેસરે માણસોના આંસુઓ પર એક અભ્યાસ કર્યો છે. તેમાં જાણ થઇ કે મહિલાઓ વર્ષમાં 30થી 64 વખત રડે છે, જ્યારે પુરુષો 6થી 17 વખત રડે છે. આ અંગે એક સાઇકોલોજિસ્ટ કહે છે તેની પાછળનું કારણ ફિઝિયોલોજીકલ છે. પુરુષોમાં મહિલાઓની અપેક્ષાએ પ્રોલેક્ટિન હોર્મોન ઓછુ હોય છે. આ હોર્મોન ઇમોશનલ થાવ ત્યારે નીકળતા આંસુઓ માટે જવાબદાર છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન હોય છે, જે તેમને રડતા રોકે છે. તેની પાછળ કલ્ચરલ રીઝન પણ છે. મેલને ફીમેલ કરતા વધુ સ્ટ્રોંગ માનવામાં આવે છે, તેમના રડવાને સમાજ નબળા હોવાના રૂપમાં જોવે છે.
આ પણ વાંચોઃ નાગાલેન્ડના પ્રથમ મહિલા ધારાસભ્ય બનેલા હેકાની જાખાલુ કોણ છે ? જાણો તેમની સંઘર્ષ ગાથા