પુરુષો પણ પોતાના સૌંદર્યને નિખાર આપી શકે છેઃ જાણો કેટલીક ટ્રિક્સ
HD News, ૧૮ નવેમ્બર: પુરુષો પણ પોતાના સૌંદર્યને નિખાર આપી શકે છે, તે વાત હવે સામાન્ય બની રહી છે. આજે, પુરુષોને પોતાના દેખાવ અને શારીરિક સૌંદર્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં વેસેલીનનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજના સમયમાં, પુરુષો માટે વિવિધ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ અને સેવાઓ ઉપલબ્ધ છે પરંતુ શું તમે જાણો છો કે વેસેલીનનો ઉપયોગ કરવાથી પુરુષો પણ પોતાના સૌંદર્યને નિખાર આપી શકે છે. વેસેલીન જેને પેટ્રોલિયમ જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક લોકપ્રિય અને ઉપયોગી ઉત્પાદન છે જે પુરુષો માટે તેમના સૌંદર્યને નિખારવામાં મદદ કરી શકે છે.
વધુ માહિતી માટે આ ઇમેજને ક્લિક કરો:
વેસેલીનથી પુરુષો પણ પોતાના સૌંદર્યને નિખાર આપી શકે છેઃ જાણો કેટલીક ટ્રિક્સ
વેસેલીન એક પોપ્યુલર મોટે ભાગે ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ છે, જેનો મુખ્ય ઉપયોગ ત્વચાની સંભાળમાં થાય છે. વેસેલીન ત્વચાને મોઇશ્ચરાઈઝ કરવા માટે ઉપયોગી છે. તે ત્વચાની ઉપરની સપાટી પર એક બેરિયર બનાવે છે, જે પાણીની ખોટને અટકાવે છે અને ત્વચાને નમ રાખે છે. વેસેલીનનો ઉપયોગ નાના કાપ અને ઘાવને સુરક્ષિત કરવા માટે કરી શકાય છે. તે ઘાવને ભીના રાખે છે, જે તેને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે. આ રીતે વેસેલીનના ઘણું ઉપયોગી છે. હવે જાણો પુરુષો માટે વેસેલીનના કેટલાક ઉપયોગો નીચે આપેલા છે.
પુરુષો માટે તેમના સૌંદર્યને નિખારવામાં મદદ કરશે
પુરુષો વેસેલીનનો ઉપયોગ જાડા વાળમાં વાપરીને તેમને ચમકતા અને સ્વસ્થ દેખાવા માટે કરી શકે છે. વેસેલીનને મસાજ ઓઈલ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે, જે શરીરના ભાગોને આરામ આપવા અને નમ રાખવામાં મદદ કરે છે. જો તમારા હોઠ સૂકી ગયાં છે અથવા ફાટી ગયાં છે, તો વેસેલીનને હોઠ પર લગાવવાથી તેઓને આરામ મળે છે અને હોઠને મુલાયમ રાખવામાં મદદ કરે છે. વેસેલીનને મસાજ ઓઈલ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે, જે શરીરના ભાગોને આરામ આપવા અને નમ રાખવામાં મદદ કરે છે.
તમે તમારા શરીર પર પરફ્યુમની સુગંધ જાળવી રાખવા માંગો છો, તો તમારા કાંડા અને ગરદન પર પરફ્યુમથી થોડું વેસેલિન ઘસો. આમ કરવાથી સુગંધ લાંબા સમય સુધી તમારી સાથે રહેશે. તમે લગ્ન કે પાર્ટીમાં જઈ રહ્યા છો તો તૂટેલા અને ફાટેલા વાળને છુપાવવા માટે વેસેલિન વધુ સારો ઉપાય છે. તેને બંને હાથમાં ઘસો અને હળવા હાથે વાળમાં લગાવો જેનાથી વાળ તૂટેલા અને ફાટેલા દેખાશે નહિ. પુરુષો વેસેલીનનો ઉપયોગ દાઢીને શાઈની બનાવવા માટે કરી શકે છે.
શરીરના કોઈપણ ભાગમાં અથવા જ્યારે નખની આસપાસની ત્વચા ખેંચાઈ જાય ત્યારે તમે વેસેલિન લગાવીને ત્વચાને પણ નિખારી શકો છો. વાળને કલર કરતી વખતે વાળની લાઇન પાસે વેસેલિન સારી રીતે લગાવો. આના કારણે તમારી ત્વચા પર રંગ નહીં પડે અને તમારી ત્વચા સુરક્ષિત રહેશે. તમે તમારી આંખ-ભમરોને ચમકદાર બનાવવા માટે વેસેલિનનો પણ ઉપયોગ કરી શકો છો, તે તરત ચમકશે. આ સિવાય વાળની ચમક અને ગૂંચને દૂર કરવામાં પણ તે ખૂબ જ અસરકારક છે. વેસેલિનને ખાંડ અથવા મીઠું સાથે મિક્સ કરીને બોડી સ્ક્રબ બનાવો જે ત્વચાના સુંદર નિખાર આપશે.
આ પણ વાંચો…શું તમે ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છો? આજથી જ શરૂ કરો ડુંગળીના આ ઉપાય