- દેશભરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર ઉજવણી ચાલી રહી છે
- 24 ફેબ્રુઆરીના CM સહિત સમગ્ર મંત્રીમંડળ અયોધ્યા જશે
- અયોધ્યામાં 3 અલગ અલગ સંમેલન પણ કરશે
ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો અયોધ્યા રામ મંદિર દર્શને જશે. જેમાં 24 ફેબ્રુઆરીના CM સહિત સમગ્ર મંત્રીમંડળ અયોધ્યા જશે. અયોધ્યામાં 3 અલગ અલગ સંમેલન પણ કરશે. જેમાં વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તથા દંડકો પણ જશે.
આ પણ વાંચો: ગુજરાતનું આ શહેર બન્યું ઠંડુગાર, જાણો કેટલુ રહ્યું તાપમાન
અયોધ્યામાં સીએમ 3 અલગ અલગ સંમેલન પણ કરશે
અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા બાદ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનાં સભ્યો ભગવાન શ્રીરામના દર્શન કરશે. અયોધ્યામાં સીએમ 3 અલગ અલગ સંમેલન પણ કરશે. આ અયોધ્યા પ્રવાસ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ તથા દંડકો પણ સાથે હાજર રહેશે. રામ લલ્લાના અભિષેક બાદ મંગળવારે રામ મંદિરના સત્તાવાર ઉદઘાટનના પ્રથમ દિવસે એક રેકોર્ડ બન્યો હતો. મંદિરના ઉદઘાટનના પહેલા જ દિવસે પાંચ લાખ રામ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. અયોધ્યા પહોંચતા શ્રદ્ધાળુઓની ભીડને જોતા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી અહીં આવતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
દેશભરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર ઉજવણી ચાલી રહી છે
દેશભરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર ઉજવણી ચાલી રહી છે. આ વચ્ચે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 24 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત સરાકરે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જે અનુસાર ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો અયોધ્યા રામ મંદિર દર્શને જશે. આ અંગેની માહિતી અનુસાર, આગામી 24 ફેબ્રુઆરીના દિવસે મંત્રી મંડળ અયોધ્યાના પ્રવાસે જશે. 24 ફેબ્રુઆરીના CM સહિત સમગ્ર મંત્રીમંડળ અયોધ્યા જશે. આ દરમિયાના અયોધ્યામાં 3 અલગ અલગ સંમેલન પણ કરશે. તેમજ વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તથા દંડકો પણ જશે.