T-20 વર્લ્ડ કપસ્પોર્ટસ

મેલબોર્ન બન્યું મિનિ ઈન્ડિયા :  મેચ જોવાં એક લાખ જેટલા ભારતીયો ઉમટ્યા

Text To Speech

T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચની શરૂઆત પહેલા જ મેલબોર્નમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. એક તરફ ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી દેખાઈ રહી છે તો બીજી તરફ પાકિસ્તાનની લીલી જર્સી દેખાઈ રહી છે. બંને દેશોની સંસ્કૃતિ લગભગ સમાન છે એટલા માટે ઓસ્ટ્રેલિયાના આ શહેરમાં મેચ શરૂ થાય તે પહેલા જ ઢોલ-નગારાની ગુંજ સંભળાવા લાગી હતી. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન બંને ટીમોના ચાહકો બોલિવૂડના ગીતો પર ઝૂલતા જોવા મળ્યાં હતા.

આ પણ વાંચો : પાકિસ્તાનને રડાવતાં પહેલાં જાણો કેમ રડતો જોવા મળ્યો કેપ્ટન રોહિત, જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપના મહામુકાબલો જોવા માટે આજે સ્ટેડિયમમાં એક લાખ જેટલા ભારતીયો ઉમટી પડયા છે. હજારો ભારતીયો ઓસ્ટ્રેલિયાના બીજા શહેરોમાંથી પણ મેલબોર્ન પહોંચ્યા છે. તેથી મેલબોર્નની ગલીઓ મિનિ ઈન્ડિયામાં ફેરવાઈ ગઈ હતી.

મેચ પહેલા હજારો ભારતીય પ્રશંસકો ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી પહેરીને રસ્તાઓ પર નિકળ્યા હતા.જેના પગલે જાણે મેલબોર્ન નહીં પણ ભારતમાં મેચ રમાઈ રહી હોય તેવુ લાગતુ હતુ. મેલબોર્નના રસ્તા પરની દિવાલો પર ભારતીય ક્રિકેટરોના પેઈન્ટિંગ પણ દોરવામાં આવ્યા છે.  મેલબોર્નના ભારતીય માહોલની ખુદ મેલબોર્ન શહેરના તંત્રે નોંધ લીધી છે. મેલબોર્ન શહેરના ઓફિશીયલ એકાઉન્ટ પરથી મેલબોર્નમાં છવાયેલા ક્રિકેટ ફિવરની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.

Back to top button