ટ્રેન્ડિંગવર્લ્ડ

એમેઝોન ડોક્યૂમેટ્રીની શૂટિંગમાં બીઝી મેલાનિયા! ફિલ્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પુત્ર સાથે કેમિયો કરશે

Text To Speech

અમેરિકા, 26 ફેબ્રુઆરી :   અત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા સંપૂર્ણપણે તેમની ડોક્યુમેન્ટરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેના શૂટિંગમાં તે વ્યસ્ત છે. આ ડોક્યુમેન્ટરીના ઘણા દૃશ્યો વ્હાઇટ હાઉસમાં પણ શૂટ કરવામાં આવ્યા છે. જ્યારથી બેરોન ટ્રમ્પ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ગયા છે, ત્યારથી મેલાનિયા પણ તેના બાળકોની સંભાળ રાખવાથી મુક્ત થઈ ગઈ છે. જે પછી તે પોતાને સમય આપી રહી છે અને તેના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. મેલાનિયા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફર્સ્ટ લેડી નહીં બને. જોકે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

શું મેલાનિયા ફર્સ્ટ લેડી નહીં બને?
મેલાનિયા ટ્રમ્પ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફર્સ્ટ લેડીની જવાબદારીઓ નહીં સંભાળે. તે આ રીતે જ વધુ આત્મવિશ્વાસુ દેખાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ક્યારેય ટ્રેડિશનલ ફસ્ર્ટ લેડી નહીં બને કારણ કે તે એવી નથી. પીપલ મેગેઝિન અનુસાર, તે તેના પતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપતી આવી છે, પરંતુ તે શું કરવા માંગે છે તે અંગે તેના પોતાના વિચારો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

મેલાનિયા હજુ પણ ફર્સ્ટ લેડી તરીકેની ભૂમિકાથી સંપૂર્ણપણે દૂર થઈ નથી. તે નેશનલ ગવર્નર્સ એસોસિએશનના ડિનર અને રિસેપ્શન કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી. જે પછી તાજેતરમાં તે લગભગ એક મહિના પછી વ્હાઇટ હાઉસ પરત ફરી છે.

ડોક્યૂમેટ્રી પર કામ ચાલુ

મેલાનિયા હાલમાં આગામી ડોક્યૂમેટ્રી પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ ડોક્યૂમેટ્રી ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો માટે બનાવવામાં આવી રહી છે. ‘એક્સ-મેન: ધ લાસ્ટ સ્ટેન્ડ’ના પ્રખ્યાત દિગ્દર્શક બ્રેટ રેટનર દ્વારા લખાયેલ આ ડોક્યૂમેટ્રી ફિલ્મ મેલાનિયા માટે એક મોટો પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેલાનિયાએ વ્હાઇટ હાઉસ સહિત ઘણી જગ્યાએ આ ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કર્યું છે. ન્યૂ યોર્ક પોસ્ટે એ પણ અહેવાલ આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને બેરોન પણ ફિલ્મમાં કેમિયો રોલ કરશે. આ ડોક્યૂમેટ્રી ફિલ્મ ડોનાલ્ડ ટ્રમ્પના જીવન પર બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : મોટો ફફડાટ: માણસોમાં પણ ફેલાયો બર્ડ ફ્લૂ, અમેરિકામાં 2 દર્દીમાં પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યો

Back to top button