મહેસાણા એટલે રાજકીય લેબોરેટરી જાણો આ વખતે કેવો છે “જનાદેશ”
દેશમાં આજે ભાજપનો દબદબો છે. કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર છે. પરંતુ જ્યારે દેશમાં ભાજપને ખાસ કોઇ જનાદેશ ન હતો. દેશમાં માત્ર 2 બેઠક પર કમળ હતું ત્યારે મહેસાણાની જનતાએ ભાજપને પારખી જનાદેશ આપ્યો હતો. આ છે મહેસાણાની જનતાની રાજકીય પરખ. રાજકીય વાત કરીએ તો મહેસાણાને રાજકીય લેબોરેટરી તરીકે ઓળખવામાં આવે છે. જોકે વાત પણ સાચી છે. ભાજપના જનાદેશની વાત હોય કે ગુજરાત મહાચળવળ. દરેક રાજકીય સમીકરણમાં મહેસાણા હંમેશાથી મોખરે રહ્યું છે.
ખેરાલુ બેઠક:
ખેરાલુમાં ઠાકોર, ચૌધરી અને રાજપૂત સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. આ બેઠક પર અંદાજે ઠાકોર 62621, ક્ષત્રિય 26000, ચૌધરી 18329, દલિત 17000, મુસ્લિમ 14000, પાટીદાર 11000, પ્રજાપતિ 9090, બ્રાહ્મણ 6000, રબારી 6604, રાવળ 6000, દેવીપૂજક 5000, દરજી 1900, બારોટ 1800, સીંઘી 1800, સુથાર 1800, મોદી 1100 અને શાહ 600 અને અન્ય 15000 મત મળી કુલ 2 લાખ 59 હજાર મતદાતાઓ આ બેઠકમાં નોંધાયેલા છે. ખેરાલુ બેઠક પર ક્ષત્રિય-ઠાકોર મતદારોનું પ્રભુત્વ હોઇ ભાજપ અને કોંગ્રેસ બેઠક ઉપર જ્ઞાતિના ઉમેદવારને મેદાનમાં ઉતારશે તેમ મનાય છે.
વર્ષ 2012માં ભાજપના ભરતસિંહજી શંકરજી ડાભીને 68195 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ઠાકોર બાબુજી ઉજમજીને 49809 મત મળ્યા હતા. જેમાં ભરતસિંહજી શંકરજી ડાભી 18396 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ડાભી ભરતસિંહજી શંકરજીને 59847 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના દેસાઈ મુકેશકુમાર મોગજીભાઈને 38432 મત મળ્યા હતા. જેમાં ડાભી ભરતસિંહજી શંકરજી 21415 મતથી જીત્યા હતા. જેમાં ખેરાલુ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 116240 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 107993 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 2 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 224235 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
ઊંઝા બેઠક:
ઊંઝા વિધાનસભા બેઠક છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ સમાચારોમાં રહી છે. આ વિધાનસભા બેઠક પર 38 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે. પાટીદાર આંદોલનથી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં ઘણું રાજકીય પરિવર્તન આવ્યું છે. ઊંઝાને ગુજરાતના રાજકારણના કેન્દ્ર સમાન ગણવામાં આવે છે. આ વિસ્તાર ઉમિયા માતાજી સંસ્થાન અને ઊંઝા માર્કેટિંગ યાર્ડના કારણે વધુ જાણીતો બન્યો છે. આ સાથે જીરું વરિયાળીના પાક અને જથ્થાબંધ બજારમાં વેપારથી પણ ઓળખવામાં આવે છે.
વર્ષ 2012માં ભાજપના નારાયણભાઈ લલ્લુદાસ પટેલને 75708 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ડૉ. આશા પટેલને 51507 મત મળ્યા હતા. જેમાં નારાયણભાઈ લલ્લુદાસ પટેલ 24201 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ડૉ. આશા પટેલને 81797 મત મળ્યા હતા. તથા ભાજપના નારાયણભાઈ લલ્લુદાસ (કાકા)ને 62268 મત મળ્યા હતા. જેમાં ડૉ. આશા પટેલ 19529 મતથી જીત્યા હતા. જેમાં ઊંઝા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 120439 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 112427 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 4 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 232870 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
વિસનગર બેઠક:
મતદાનના દિવસ સુધીમાં ગુજરાતનું રાજકારણ ઘણા ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બને તો નવાઈ નહીં. આ વખતે પણ દર વર્ષની જેમ પાટીદાર ફેક્ટર પર બધાની નજર છે. પાટીદારોનું પ્રભુત્વ હોય તેવી બેઠકો પર રાજકીય પક્ષોની નજર છે. આવી જ એક બેઠક વિસનગર વિધાનસભા બેઠક છે. જ્યાં 30 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે.
વર્ષ 2012માં ભાજપના રૂષિકેશ ગણેશભાઇ પટેલને 76185 મત મળ્યા હતા. તથા એનસીપીના પટેલ ભોલાભાઈ ચતુરદાસને 46786 મત મળ્યા હતા. જેમાં રૂષિકેશ ગણેશભાઇ પટેલ 29399 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના પટેલ રૂષિકેશ ગણેશભાઇને 77496 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ મહેન્દ્રકુમાર એસ. (મહેશ પટેલ)ને 74627 મત મળ્યા હતા. જેમાં પટેલ રૂષિકેશ ગણેશભાઇ 2869 મતથી જીત્યા હતા. જેમાં વિસનગર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 118980 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 110687 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 2 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 229669 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
બેચરાજી બેઠક:
મહેસાણા જિલ્લાનો નાનો એવો તાલુકો બેચરાજી ખેડૂતો અને મધ્યમવર્ગીય તમામ સમાજ અને જ્ઞાતિની વસતી ધરાવતો શ્રમજીવી તાલુકો ગણાય છે. અહીં ખેડૂતો, ખેતી અને પશુપાલન પર નિભાવ કરે છે, તો વળી આ તાલુકામાં 44 ગામોમાં કુલ 48 જેટલા તળાવો આવેલા છે અને ખાસ અહીં બક્ષીપંચ કેટેગરીના લોકો કોઈ પણ ચૂંટણીના ઉમેદવારને જીત અપાવવામાં મહત્વના સાબિત થાય છે. આજે અમે તમને આ બેઠક પર આગામી વિધાનસભા લઇને જરુરી જાણકારીઓ આપીશું.
વર્ષ 2012માં ભાજપના રજનીકાંત ઓમાભાઈ પટેલને 68447 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના દરબાર રાજેન્દ્રસિંહ ઉદેસિંહજીને 61991 મત મળ્યા હતા. જેમાં રજનીકાંત ઓમાભાઈ પટેલ 6456 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ઠાકોર ભરતજી સોનાજીને 80894 મત મળ્યા હતા. તથા ભાજપના પટેલ રજનીકાંત સોમાભાઈને 65083 મત મળ્યા હતા. જેમાં ઠાકોર ભરતજી સોનાજી 15811 મતથી જીત્યા હતા. જેમાં બેચરાજી બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 132754 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 125077 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 19 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 257850 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
કડી બેઠક:
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. જેમાં વિધાનસભા બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો દ્વારા મહેનત શરૂ દેવામાં આવી છે. આ સંજોગોમાં છેલ્લી ચાર ટર્મથી ભાજપ કોંગ્રેસ વચ્ચે સરખો જંગ ધરાવતી કડી બેઠક પર શું છે રાજકીય ગણિત આવો સમજીએ. કડી વિધાનસભાની વાત કરીએ તો અહી મોટા ભાગે ભાજપનો કબ્જો રહ્યો છે.
વર્ષ 2012માં કોંગ્રેસના ચાવડા રમેશભાઈ મગનભાઈને 84276 મત મળ્યા હતા. તથા ભાજપના હિતુ કનોડિયાને 83059 મત મળ્યા હતા. જેમાં ચાવડા રમેશભાઈ મગનભાઈ 1217 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના કરશનભાઈ પુંજાભાઈ સોલંકીને 96651 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ચાવડા રમેશભાઈ મગનભાઈને 88905મત મળ્યા હતા. જેમાં કરશનભાઈ પુંજાભાઈ સોલંકી મતથી 7746 જીત્યા હતા. જેમાં કડી બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 145370 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 135014 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 3 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 280387 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
મહેસાણા બેઠક:
ગુજરાતના રાજકારણમાં મહેસાણા વિધાનસભા બેઠક પરની ચુંટણી તમામ રાજકીય પક્ષો માટે રસાકસીભરી બની રહેશે. રાજ્યમાં રાજકીય હલચલ મચાવી દેનાર પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મહેસાણા પર હાલ તમામ રાજકીય પક્ષોની નજર છે. મહેસાણા વિધાનસભા બેઠકમાં મહેસાણા તાલુકાના મોટાભાગના ગામનો સમાવેશ થાય છે. આ બેઠક 1990થી ભાજપના કબજામાં છે.
વર્ષ 2012માં ભાજપના નીતિન પટેલને 90134 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ નટવરલાલ પિતાંબરદાસને 65929 મત મળ્યા હતા. જેમાં નીતિન પટેલ 24205 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના પટેલ નીતિનભાઈ રતિલાલને 90235 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ જીવાભાઈ અંબાલાલને 83098 મત મળ્યા હતા. જેમાં પટેલ નીતિનભાઈ 7137 મતથી જીત્યા હતા. જેમાં મહેસાણા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 145210 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 135422 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 2 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 280634 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
વિજાપુર બેઠક:
મહેસાણા લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિસનગર, ઊંઝા, કડી, બેચરાજી, વિજાપુર અને મહેસાણા વિધાનસભા મતવિસ્તાર સામેલ છે. જે પૈકી માણસા, ઊંઝા અને બેચરાજી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યનો વિજય થયો હતો. જ્યારે મહેસાણા, કડી, વિજાપુર, વિસનગર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ચૂંટાયા હતા.
વર્ષ 2012માં કોંગ્રેસના પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ પટેલને 70729 મત મળ્યા હતા. તથા ભાજપના કાંતિભાઈ રામાભાઈ પટેલને 61970 મત મળ્યા હતા. જેમાં પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ પટેલ 8759 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના પટેલ રમણભાઈ ધુળાભાઈને 72326 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ નાથાભાઈ પ્રભુદાસને 71162 મત મળ્યા હતા. જેમાં પટેલ રમણભાઈ ધુળાભાઈ 1164 મતથી જીત્યા હતા. જેમાં વિજાપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 115716 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 108973 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 11 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 224700 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.