ગુજરાત

મહેસાણા: પ્રેમલગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનાવવા લડતનો નિર્ધાર

Text To Speech

વર્તમાન સમયમાં પ્રેમપ્રકરણના કરુણ અંત આવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે મહેસાણા 84 કડવા પાટીદાર સમાજે જે નિર્ધાર કર્યો છે તેને લઈને હવે નવી જ ચર્ચા છેડાઈ છે.

દીકરી ભાગીને લગ્ન કરે તો માતાપિતાની સહી ફરજીયાત બનાવવા માંગ

મહેસાણાનો 84 કડવા પાટીદાર સમાજ પ્રેમ લગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનવવા લડત આપશે એવું નક્કી કરાયું છે. સમાજની કારોબારી બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ જો સમાજની કોઈપણ દીકરી ભાગીને લગ્ન કરે તો નોંધણી વખતે માતાપિતાની સહી ફરજીયાત બનાવવા સરકારમાં રજુઆત કરવામાં આવશે.

માતાપિતા સહી માટે સંમતિ ન આપે તો મિલકતમાં નહીં મળે ભાગ!

જો કોઈ કિસ્સામાં માતાપિતા સહી કરવા સંમતિ ન આપે તો તેનું મિલકતમાંથી નામ આપોઆપ નીકળી જાય તેવો કાયદો લાવવા પણ 84 કડવા પાટીદાર સમાજે માંગ કરી છે. જો કે આ પ્રકારની માંગ કેટલી વ્યવહારુ અને કાયદેસર છે એ સવાલ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યો છે.

Back to top button