ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વીજળી પડતાં યુવકનું મોત, એક નો એક દીકરો ગુમાવતા પરિવાર માં શોક નો માહોલ

Text To Speech
  • સવારે 6 વાગે ભેંસો ને દોહવા જતા પડી હતી વીજળી.
  • એક નો એક દીકરો ગુમાવતા પરિવાર માં શોક નો માહોલ.
  • પરિવાર ની જવાબદારી યુવક પર હોવાથી હાલ પરિવાર બન્યો નિરાધાર.

મહેસાણા: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે, ઉત્તર ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે વરસાદની સાથે સાથે રાજ્યમાં વીજળી પડવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના ગઢા ગામમાં વીજળી પડતાં 25 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે. એકના એક દીકરાનું મોત થતાં પરિવાર માં શોક નો માહોલ છવાયો છે.

મહેસાણા: વીજળી પડતાં યુવકનું મોત, એક નો એક દીકરો ગુમાવતા પરિવાર માં શોક નો માહોલ

મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કડાકા-ભડાકા સાથે મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં જિલ્લાના ગઢા ગામમાં વહેલી સવારે ભેંસોનું દૂધ દોવા માટે ગયેલા કનીશ ચૌધરી નામના યુવક પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરિવારના એકના એક દીકરાનું મોત થતા મા અને બહેન હવે નોંધારા બન્યા છે. કનીશના પિતાનું પણ નાની ઉંમરે અવસાન થયું હતું, એવામાં હવે દીકરાનું પણ 25 વર્ષની વયે અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ભારે વરસાદના કારણે અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા:

મહેસાણા તાલુકા સહિત જિલ્લાભરમાં મધરાત્રે કડકા ભડકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે પડેલા વરસાદને કારણે મહેસાણા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સવારે પણ મહેસાણા શહેરમાં મેઘમહેર યથાવત રહી હતી. બે કલાકમાં મહેસાણા શહેરમાં બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા.

આ પણ વાંચો: સિકંદરાબાદ જઇ રહેલી ફલકનુમા એક્સપ્રેસમાં અચાનક લાગી ગઇ આગ; ત્રણ ડબ્બા બળીને થયા ખાખ

Back to top button