મહેસાણાઃ ઠાકોર સમાજની અનોખી પહેલ, સમાજના કેટલાક કુરિવાજો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય
મહેસાણાના વડનગર-બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે સમાજ સુધારણા માટે અનોખી પહેલ કરી છે.ઠાકોર સમાજે કેટલાક કુરિવાજો પર પ્રતિબંધ મૂકતા નિર્ણયો લીધા છે.જેમા લગ્ન, મરણ કે અન્ય પ્રસંગો પાછળ થતા ખોટા ખર્ચા પર અંકુશ મૂકવો, સાથે જ સમાજના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એક શૈક્ષણિક સંકુલ બનાવવા તેમજ લગ્ન અને સામાજિક પ્રસંગોમાં ખેલાતાં જુગારની બદી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સહિતના નિયમો કરાયા છે. 84 ગામના સમાજના લોકો અને આગેવાનોએ સાથે મળીને સમાજ સુધારણા માટે આ મહત્વના નિર્ણયો લીધા છે.
84 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો મોટો નિર્ણય
ગુજરાતમાં એક બાદ એક સમાજ કુરિવાજો દૂર કરવા માટે આગળ આવી રહ્યાં છે.ત્યારે મહેસાણાના વડનગરમાં સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામા આવી છે. જેમાં વડનગર-બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક કુરિવાજો પર પ્રતિબંધ મૂકતા નિર્ણયો લીધા છે. જેમાં જેમા લગ્ન, મરણ કે અન્ય પ્રસંગો પાછળ થતા ખોટા ખર્ચા પર અંકુશ મુકતા નિર્ણય કરાયા છે. વડનગરના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે 84 ગામમાં વસવાટ કરતા સમાજના લોકો માટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આજે સમાજના પ્રમુખની હાજરીમાં આ નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે.
આ કુરિવાજો પર મુકાયો પ્રતિબંધ
- ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જુગાર રમવા પર લગ્ન પ્રસંગમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ મૂકાયો
- ઓઢણી પ્રસંગે ફક્ત મહિલાઓએ જવું, પુરુષોના જવા ઉપર પ્રતિબંધ મુકાયો
- મરણ પ્રસંગે પરિવાર સિવાય અન્ય લોકોને સોળ લઇ જવા પર પ્રતિબંધ મુકાયો
- મરણ પ્રસંગે સાડી નાખવાની પ્રથા પણ બંધ કરવામાં આવી
- લગ્ન જેવા પ્રસંગોમાં ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવી
- લગ્ન પ્રસંગે થતા અન્ય સામાજિક પ્રસંગોમાં રમાતા જુગાર પર પ્રતિબંધ મુકાયો
- મરણ પ્રસંગે ઘરધણી સિવાયનાએ માથે સાડી નાખવાની પ્રથા બંધ, તેના બદલે રોકડથી વ્યવહાર કરવામનો નિર્ણય