ગુજરાતટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થતા 17 ગામોને કરાયા એલર્ટ

Text To Speech

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી શરુ થઇ ગઈ છે.સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ત્યાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.કેટલાક જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમની સપાટી આજે  સવારે 31.1 ફૂટની સપાટી વટાવી ગઈ

શેત્રુંજી ડેમની સપાટી  31 ફૂટ 11 ઈંચેને પાર 

આગમી દિવસોમાં પણ જૂનાગઢ ,અમરેલી ,ભાવનાગર સહીત અનેક જીલ્લામાં વરસાદ વરસી શકે છે.ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 85 ટકાથી વધારે ભરાઈ ગયો છે શેત્રુંજી ડેમની સપાટી હાલ 31 ફૂટ 11 ઈંચે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 2030 પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ પણ વધશે.શેત્રુંજી ડેમની સપાટી વધતા સિંચાઈ વિભાગના અધિકારીએ લોકોને નદીના પટમાં અવરજવર ના કરવાની અપીલ કરી હતી.ડેમ 34 ફૂટે છલકાશે તેથી હવે માત્ર 2 ફૂટ જેટલો જ ડેમ ખાલી છે,

17 ગામોને કરાયા એલર્ટ

શેત્રુંજી ડેમમાં વધતા પાણીના કારણે 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકો ને સાવધાન રહેવા જણાવાયું છે.

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે હવામાન વિભાગ દ્વારા સુરત,અમરેલી, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ,ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે જ 22 જુલાઈએ ભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઇસ્કોન અકસ્માત: પિતા માનવા જ તૈયાર નથી કે હવે તેમનો બાળક દુનિયામાં નથી

Back to top button