અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી જળયાત્રાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે. આજે અમદાવાદમાં એક તરફ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આજે વહેલી સવારથી અમદવાદામાં ભારે પવન સાથે મેઘરાજા એ એન્ટ્રી લીધી હતી.
અમદાવાદના વહેલી સવારે વરસાદ ખાબક્યો
આજે વહેલી સવારથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જેથી આજે રવિવારે અમદાવાદીઓના દિવસની શરૂઆત વરસાદી માહોલમાં થઈ હતી. અમદાવાદના ઈસ્કોન,સરખેજ,જોધપુર,મકરબા સહિતના વિસ્તારમ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં અચાનક વરસાદ તૂટી પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સવારે અમદાવાદ શહેરમાં વાવાઝોડા જેવું હવામાન જોવા મળ્યું હતું. ભારે પવન સાથે વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.
આ વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ
વહેલી સવારથી વાતાવરણમાં એક પ્રકારનો પલટો જોવા મળ્યો હતો. માત્ર અમદાવાદ જ નહીં ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. તેમજ અરવલ્લી-સાબરકાંઠા ખેડા સહિતના વિસ્તારોમાં પણ આજે સવારથી વરસાદ શરૂ થયો હતો.
આજે જળયાત્રા યોજાશે
ભગવાન જગન્નાથની 146મી જળયાત્રાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે. આજે રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નિકળી રહી છે. ત્યારે આ જળયાત્રા વિધિમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપ સંગઠનના નેતાઓ હાજર રહેવાના છે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસ વિભાગમાં મોટેપાયે બઢતીની તૈયારીઓ : પીએસઆઈમાંથી પીઆઈ બનાવવા યાદી મંગાવાઈ