હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીઓની લહેર ફરી વળી હતી.ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આ જિલ્લમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના મતે આગામી 24 કલાક ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે કચ્છ, જામનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે.
ગુજરાતભરમાં આગામી 24 કલાક ભારે વરસાદ પડશે: હવામાન વિભાગ @IMDWeather#GujaratRain #Monsoon2023 #Rain #rainyseason #STATE #highalert #WeatherForecast #WeatherAlert #today #WeatherUpdate #NationalNews #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/GuahU2eWmG
— Hum Dekhenge News (@humdekhengenews) July 10, 2023
આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : અમદાવાદ: મીઠાખળીમાં મકાન ધરાશાયી, 4 લોકો મકાનના કાટમાળમાં દબાયા, 1નું મોત