ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું; અમદાવાદ-આબુ હાઈવે પર પાણી ભરાતા વાહનોની લાગી કતારો

Text To Speech

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીને પગલે જામનગર, મહેસાણા, મોઢેરા રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.જામનગર શહેરમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહેસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અહીં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

આબુ રોડ પર હાઈવે ટ્રકોની કતાર લાગી

બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવા ભૂવા પડવા જેવી સમસ્યા ઉભી થતા વાહન ચાલકો મુશ્કેલીમા મુકાયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાલનપુર પાસેથી પસાર થતા અમદાવાદ-આબુ હાઈવે પર પાણી ભરાયા હતા. તેમજ આ હાઈવે પર ભુવો પડી જતા એક ટ્રક પલટી ગઈ હતી. જેના કારણે બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી.

બનાસકાંઠા વરસાદ-humdekhengenews

મહેસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ

મહેસાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મોઢેરા રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મહેસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદથી રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા હતા.

પાલનપુરથી મલાણા સહિત 10 ગામને જોડતા રોડ પર પાણી ભરાઈ

પાલનપુર તાલુકામાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મલાણા પાટિયા નજીક રોડ પર પાણી ભરાયાં છે. પાલનપુરથી મલાણા સહિત 10 ગામને જોડતા રોડ પર પાણી ભરાઈ ગયાછે. રોડ પર પાણી હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. અહીં 3 ઈંચ વરસાદમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

 

પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામા આવી છે. દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ખેડવા ન જવાની સુચના આપી છે.

 આ પણ વાંચો : U20 Summit: મેયરલ સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલીગેટ્સે ‘હેરિટેજ વોક’ દ્વારા ઐતિહાસિક વારસો નિહાળ્યો

Back to top button