નેશનલ

ચૂંટણી પરિણામ બાદ હિંસક બન્યુંં મેઘાલય, અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ

Text To Speech

ગઈકાલે મેઘાલય વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હિંસક ઘટનાઓ જોવા મળી રહી છે. મતગણતરી બાદ હિંસાને જોતા પશ્ચિમ જૈનતિયા હિલ્સ જિલ્લા વહીવટીતંત્રે આગળના આદેશ સુધી સહસ્નિયાંગ ગામમાં કર્ફ્યુ લગાવી દીધો છે.

મેઘાલયમાં કર્ફ્યું-humdekhengenews

હિંસક ઘટનાઓને જોતા કલમ 144 લાગુ કરાઈ

મળતી માહિતી મુજબ, પરિણામ પછી પથ્થરમારાની ઘણી ઘટનાઓ બની છે. જેમાં કેટલીક જગ્યાએ કારોને આગ લગાડવામાં આવી છે અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડમાં આવ્યું છે. આ હિંસાને જોતા પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લા પ્રશાસને સહસ્નિયાંગ ગામમાં આગલા આદેશ સુધી કર્ફ્યુ લગાવી દીધો છે. અને સોહરા અને માયરંગ જેવા વિસ્તારોમાં પણ હિંસા થતા 144ની કલામ લાગૂ કરવામાં આવી છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો

સહસ્નિયાંગમાં જિલ્લા મેજિસ્ટ્રેટે ગણતરી પછીની હિંસા વિશે માહિતી મળ્યા બાદ કર્ફ્યુ લાદી દીધો હતો. અને ત્યાંના ડીસીએ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો મેઘાલય ચૂંટણી પછીની હિંસા કાબૂમાં ના આવી હોત તો તે વધુ ગંભીર બની શકી હોત અને આ સાથે જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું હોત. તેમજ તેમાં જાનહાનિ થવાની પણ શક્યતા હતી જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આગલા આદેશ સુધી કર્ફ્યુ લગાવાયો છે.

આ પણ વાંચો : હોંગકોંગમાં 42 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, 9 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ

Back to top button