ગુજરાત
સૌરાષ્ટ્ર પર મેઘ મહેર યથાવત : જોડિયામાં સાડા સાત, દ્વારકામાં ૫, લોધીકામાં ૪, ખંભાળીયામાં 3 ઇંચ
સૌરાષ્ટ્ર પર છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે. દરમ્યાન રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા ગઇકાલ રાત્રીથી આજે સવારે પણ અનેક વિસ્તારોમાં અવિરત વરસી રહયા છે. કાલે રાત્રીથી આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં જામનગર જીલ્લાનાં જોડીયામાં સાડા સાત ઇંચ વરસાદ પડયો છે. જયારે દ્વારકામાં ૫ ઇંચ વરસાદ પડયો છે. જયારે રાજકોટ જીલ્લાના લોધીકામાં ૪ ઇંચ તથા ખંભાળીયામાં ૩ ઇંચ વરસાદ પડયો છે. દરમ્યાન હજુ રવિવાર સુધીની આગાહી વચ્ચે આજે પણ સર્વત્ર મેઘાવી માહોલ યથાવત છે. અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઝાપટા વરસી રહ્યા છે.
હાલાર ઉપર ઓળઘોળ થયો મેઘો
જામનગર જિલ્લામાં કાલે સવારથી આજે સવાર સુધીમાં દે ધનાધન સાડા સાત ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં ધ્રોલ-૪૫ મી. મી. જોડીયા ૧૦૮ મી. મી., જામનગર-૧૦ મી. મી., લાલપુર -૫ મી.મી. કાલાવડ ૩૦ મી. મી., જામજોધપુર ૭ મી. મી. સવારે ૬ થી ૮ માં, જોડીયા-૨૮ મી.મી. વરસાદ નોંધાયો છે. બીજી તરફ દેવભૂમિમી દ્વારકામાં ગઇકાલે રાત્રીથી સવાર સુધીમાં ૫ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. કલ્યાણપુર તાલુકા સાથે દ્વારકાના પંથકમાં પણ નોંધપાત્ર વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીના વરસાદ વરસ્યો છે. ગઈકાલે સવારે ૧૦ સમયગાળામાં ૯૩ મી.મી. બાદ આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન ૧૫ મી.મી. સાથે કુલ સાડા ચાર ઈંચ પછી પણ વરસાદ ચાલુ રહેતા પાંચ ઈંચ જેટલું પાણી વરસી ગયું છે. ગામોમાં છ થી સાત ઈંચ જેટલો ભારે વરસાદ વરસી દ્વારકા તાલુકાના વરવાળા, ગોરિજા, ખેરાડા સહિતના ગયો હતો. ખંભાળિયા તાલુકામાં પણ ગઈકાલે ૪૮ . બાદ સવારે ૮ વાગ્યા સુધીમાં વધુ ૧૫ મી.મી. સહિત કુલ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ખંભાળિયા-પોરબંદર રોડ પરના ગામોમાં ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. છેલ્લા બે દિવસના વરસાદથી ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ધી ડેમની સપાટીમાં પોણો ફૂટનો વધારો થતા આ સપાટી પોણા ૧૩ ફૂટ સુધી પહોંચી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ગઈકાલના માત્ર અડધો ઈંચ વરસાદ બે કલાકમાં વરસી જતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દોઢ ઈંચ જેટલો વરસાદ હોવાનું નોંધાયું છે.
સોરઠ પંથકને તરબોળ કરી દેતા મેઘરાજા
છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જુનાગઢ જિલ્લામાં કુલ ૬૦૩ મી.મી.(૨૪ ઇંચ) વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ ભેંસાણ તેમજ મેંદરડા પંથકમાં ખાબકયો હતો. જયારે કેશોદમાં ૩૪ મી. મી., જુનાગઢ-૫૮ મી. મી., માંગરોળ-૪૩ મી. મી., માણાવદર૩૮, માળીયા હાટીના ૬૬ મી.મી., વંથલી-૫૧ મીમી અને વિસાવદર તાલુકામાં ૬૮ મી. મી. મળી કુલ ૬૦૩ મીમી વરસાદ થયો હતો. આજે સવારે બે કલાકમાં વિસાવદરમાં અઢી ઇંચ અને મેંદરડા-માણાવદરમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે કેશોદમાં વધુ ૧૨ મી.મી., ભેંસાણ-૯ મી.મી., વંથલીમાં ૧૧મી.મી. વરસાદ નોંધાયો હતો. જુનાગઢ તેમજ ગીરનાર અને દાતાર પર્વત ઉપર આજે પણ વરસાદ છે. જુનાગઢમાં સવારના ૬ થી ૮ માં ૧૪ મી.મી. મેઘ મહેર થઇ છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૧૯ તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામકંડોરણામાં ૬ ઈંચ, ઉપલેટામાં ૫ ઈંચ, લોધિકામાં ૪ ઈંચ, જૂનાગઢના ભેંસાણ અને મેંદરડામાં ૩-૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ૧૧૯ તાલુકાઓમાંથી ૩૦ તાલુકાઓમાં ૨થી ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજકોટના જામકંડોરણામાં ૬ ઈંચ અને ઉપલેટામાં ૫ ઈંચ વરસાદથી આસપાસના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. પોરબંદરના કુતિયાણામાં ૨ ઈંચ, ભાવનગરના મહુવા અને તળાજામાં ૨.૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રની જેમ દક્ષિણ ગુજરાત પણ મેઘરાજા મહેરબાન છે અહીં વાપીમાં ૪ ઈંચ, સુરતના ચોર્યામાં ૩.૫ ઈંચ, વલસાડના પારડીમાં ૩ ઈંચ, નવસારીના ખેરગામમાં ૩ ઈંચ, ગણદેવીમાં ૨.૫ ઈંચ વરસાદ થયો હતો.
ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, ૩૭ ગામને એલર્ટ કરાયા
ભાદર ડેમની કુલ સપાટી ૫૩.૧૦ મીટર છે અને હાલ ડેમમાં ૩૩૬૨ ક્યુસેક પાણીની આવક ચાલું છે. આથી ૫૧.૩૦ મીટર ભરાયો છે. ઉપરવાસ ભારે વરસાદને કારણે ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમ હેઠળ આવતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર તાલુકાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠા વિસ્તારમાં આવતા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપાઈ છે. નદી કાંઠાના ૩૭ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ગીર સોમનાથના ખેરા ગામ નજીક બેઠો પુલ તૂટ્યો
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં ખાબકી ચૂકયો છે. છેલ્લા ૪૮ કલાકમાં સુત્રાપાડામાં ૧૮ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સર્વત્ર મેઘમહેર થતા ગીર સોમનાથના અનેક તાલુકાઓ પાણીમાં ગરકાવ થયા છે. આવામાં સૂત્રાપાડા તાલુકાના ખેરા ગામ નજીક આવેલો બેઠો પૂલ ભારે વરસાદથી તૂટી પડ્યો છે. ઘટના કેમેરામાં કેદ થઈ છે. જોકે, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.