મેગાસ્ટાર અમિતાભ બચ્ચન થયા ઘાયલ, એક્શન સીનના શૂટિંગ દરમિયાન બની ઘટના
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટનાનો શિકાર બન્યા છે. જેમાં તેમને ઈજા પણ પહોંચી છે. તેઓએ પોતાના બ્લોગ પર આ માહિતી આપતા અમિતાભ બચ્ચને કહ્યું કે હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો.
શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન થયા ઈજાગ્રસ્ત
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. ત્યારે અમિતાભ બચ્ચનના ચાહકો માટે દુઃખદ સમાચાર છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. બ્લોગ દ્વારા બિગ બીએ જણાવ્યું છે કે હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા છે. બિગ બી આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા અને હાલમાં તે મુંબઈમાં તેના ઘરે આરામ કરી રહ્યા છે. અમિતાભને પાંસળીમાં ઈજા થઈ છે.
"In Hyderabad at shoot for Project K, during an action shot, got injured, rib cartilage popped broke & muscle tear to the right rib cage. Cancelled shoot, did doctor consult & scan by CT at AIG Hospital in Hyderabad & flown back home," posts Amitabh Bachchan.
(pic 2: file pic) pic.twitter.com/BqHu6yKirL
— ANI (@ANI) March 6, 2023
બિગ બી એ બ્લોગમાં આપી માહીતી
બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું, “હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ કે’ માટે શૂટિંગ કરતી વખતે એક એક્શન શૉટ દરમિયાન, હું ઘાયલ થયો હતો.. પાંસળીની કાર્ટિલેજ પોપ થઈ ગઈ હતી અને જમણા પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા હતા, શૂટ રદ કરવામાં આવ્યું છે. AIG હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધી અને સીટી સ્કેન કર્યું. હું હૈદરાબાદથી ઘરે પાછો આવ્યો છું. વધુમાં અમિતાભ બચ્ચને કહ્યું છે કે તેમને સાજા થવામાં થોડા અઠવાડિયા લાગશે.