ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન, આ તારીખે યોજાશે રોજગાર મેળો

Text To Speech
  • મેગા પ્લેસમેન્ટ ફેરમાં જિલ્લાની ૧૪ કોલેજના ૧૭૬૩ વિદ્યાર્થીઓ માટે ૪૦થી વધારે ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ રહેશે ઉપસ્થિત

પાલનપુર, 21 ફેબ્રુઆરી : બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરાયુ છે. બનાસકાંઠા જિલ્લાની સરકારી અને અનુદાનિત ટેકનિકલ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને Knowledge Consortium of Gujarat (KCG) દ્વારા વિશિષ્ટ પહેલ વર્ષ-૨૦૧૯થી સરકારશ્રી દ્વારા મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ વર્ષે પણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પોલીટેકનીક,પાલનપુર મુકામે આગામી ૨૫ ફેબ્રુઆરીના બનાસકાંઠા જીલ્લાના મેગા પ્લેસમેન્ટ ફેર-૨૦૨૫નું આયોજન કરાશે. આ પ્લેસમેન્ટ કેમ્પમાં, બનાસકાંઠા જીલ્લાની ૧૪ સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમા અભ્યાસ કરતા બી.ઇ., ડિપ્લોમા, બી.સી.એ., બી.એસ.સી., એમ.એસ.સી., બી.એ., બી. કોમ. અને એમ.કોમ. ના કુલ ૧૭૬૩ વિદ્યાર્થીઓ માટે ૪૦થી વધારે ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો :- ભારત સહિત 5 દેશોના આ સમૂહ BRICS અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો

Back to top button