ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર-૨૦૨૫નું થયું આયોજન,૩૧૬ વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી

Text To Speech

પાલનપુર, તા. 27 ફેબ્રુઆરી, 2025: બનાસકાંઠા જિલ્લાની સરકારી અને અનુદાનિત ટેકનિકલ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને Knowledge Consortium of Gujarat (KCG) દ્વારા આ સરકારી પોલીટેકનીક, પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્લેસમેન્ટ ફેરમાં, બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૪ સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમા અભ્યાસ કરતા બી.ઇ., ડિપ્લોમા, બી.સી.એ., બી.એસ.સી., એમ.એસ.સી.,બી.એ., બી. કોમ. અને એમ.કોમ.ના રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓના જુદા જુદા ૧૧ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. પ્લેસમેન્ટ ફેર માર્ચ-૨૦૨પ દરમ્યાન કુલ ૩૧૬ વિદ્યાર્થીઓને જુદા- જુદા ૧૧ ઔદ્યોગિક એકમો દ્વારા નોકરી માટે પસંદગી કરાઈ હતી તેમ ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરના પ્લેસમેન્ટ અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચોઃ Alert! મહિલાઓમાં ઝડપથી વધી રહી છે આ જીવલેણ બીમારી

Back to top button