અમદાવાદઃ જીવનનું ચાલક બળ એટલે રકત. જીવન- મરણની ઝંઝાવતોમાં અટવાયેલા માનવને લોહીનું એક ટીપું નવજીવન બક્ષે છે. ત્યારે અમદાવાદમાં એન.જી.ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એન.જી ગ્રુપના CMD એન્ડ ફાઉન્ડર સ્વ. નરસિંહભાઈ પટેલની દ્રિતિય પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
એન.જી.ગ્રુપ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બે અલગ-અલગ સ્થળ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એન.જી.ગ્રુપ સાઈટ ઓફિસ ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, મેલડી માતાજીના મંદિર સામે બાવળા હાઈવે ખાતે 25 મે બુધવારે સવારે 10.30થી સાંજના 5.30 સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એન.જી.ગ્રુપ, એસ્ટ્રોન ટેક પાર્ક, ઈસ્કોન મંદિર સામે એસ.જી. હાઈવે ખાતે 25 મેના રોજ બુધવારે સવારે 10.30થી બપોરે 1.30 દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં દાતાઓ દ્વારા રક્તદાતાઓને ગિફ્ટ આપવામાં આવશે. તેમજ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં 550થી વધુ રક્તદાતાઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.