ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા અનુસંધાને રાજ્યના ગૃહમંત્રી હર્ષની અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ બ્રાન્ચમાં બેઠક શરૂ થઈ છે.આ બેઠકમાં રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ,બંદોબસ્ત તથા આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.બેઠક પુરી થતા હર્ષ સંઘવી મંદિરથી સમગ્ર રુટ પર જઈને નિરીક્ષણ કરશે.
હાલ આંતકી હુમલાનું એલર્ટ છે ત્યારે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તથા શાંતિ પૂર્ણ માહોલમાં રથયાત્રા પુરી થાય તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર,ક્રાઈમ બ્રાન્ચના JCP, DCP તથા શહેરના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી.આ બેઠકમાં આગામી રથયાત્રાને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે તથા જગન્નાથ મંદિર પહોંચીને મંદિરથી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરશે.આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લે તેવી શકયતા છે.