ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણીના પરિણામ બાદ 6 ડિસેમ્બરે I.N.D.I. ગઠબંધનની બેઠક યોજાશે

Text To Speech

નવી દિલ્હી, 03 ડિસેમ્બર: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે તેની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ I.N.D.I. ગઠબંધનની બેઠક 6 ડિસેમ્બરે બોલાવી છે. ટ્રેન્ડ મુજબ મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભાજપ બહુમતીને પાર કરી ગયું છે. જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત મુકાબલો ચાલી રહ્યો છે. તેલંગાણામાં કોંગ્રેસ પહેલીવાર સત્તામાં આવે તે નિશ્ચિત થઈ ગયું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે ગઠબંધન પાર્ટી સાથે બેઠક કરવાનું નક્કી કર્યું છે.

6 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તમામ ગઠબંધનના પક્ષો સાથે બેઠક કરશે. આ પહેલા પણ ખડગેએ સ્પષ્ટ કર્યું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ વિપક્ષી ગઠબંધનની બેઠક બોલાવવામાં આવશે. જેમાં બેઠકોની વહેંચણી અને મહાગઠબંધનના સંયોજકના નામ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને પીએમ મોદીનો મુકાબલો કરવા કોંગ્રેસ, TMC, RJD, JDU, AAP, SP, DMK સહિત 26 વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવી છે. આ વિરોધ પક્ષોના ગઠબંધનને ‘I.N.D.I.A‘ ગઠબંધન નામ આપવામાં આવ્યું છે. ‘I.N.D.I.A. ‘ની પ્રથમ બેઠક પટણામાં યોજાઈ હતી. જ્યારે બીજી બેઠક બેંગલુરુમાં અને ત્રીજી બેઠક મુંબઈમાં યોજાઈ હતી. ખડગેએ 6 ડિસેમ્બરે દિલ્હીમાં ચોથી બેઠક બોલાવી છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં મતગણતરી શરૂ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સત્તા માટે કસોકસ ખેંચતાણ

Back to top button