એક વખત મળ, વાતચીત કર, યોગ્ય લાગે તો ઠીક નહીં તો છૂટાઃ છોકરાએ કર્યો મેસેજ અને થયો વાયરલ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![મેસેજ - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/07/Untitled-design-31-1.jpg)
HD News, 25 જુલાઈ, 2024: સોશિયલ મીડિયા ઉપર એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે એ વાંચીને અલગ અલગ યુઝર પોતપોતાની રીતે અભિપ્રાય આપી રહ્યા છે. આ ઘટનાને આધુનિક ટેકનોલોજીનું દૂષણ ગણવું કે પછી શું ગણવું એ પ્રશ્ન છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. લોકો તેમના મનોરંજન માટે અને પ્રખ્યાત થવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ તેની સાથે તેનો ઉપયોગ મિત્રો અને અજાણ્યા લોકો સાથે વાત કરવા માટે પણ થાય છે. અથવા આપણે એમ કહી શકીએ કે આ હેતુ માટે મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે.
વાત એમ છે કે એક છોકરાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક છોકરીને તેની સાથે વાત કરવા માટે મેસેજ કર્યો હતો, પરંતુ હવે તેનો સ્ક્રીનશોટ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જૂઓ અહીં નીચેઃ
Seedhi baat no bakwas 😹 pic.twitter.com/hgfGXUU6ID
— Lunasol (@lunasol187) July 24, 2024
આ મેસેજનો સ્ક્રીનશૉટ વાયરલ થઈ રહ્યો છે જે ઈન્સ્ટાગ્રામ પરથી હોય એવું લાગે છે. છોકરી છોકરા માટે અજાણી છે તેથી તેણે તેને મેસેજ કર્યો. તેણે લખ્યું, “જો, સાંભળ, સમજ, હું માત્ર એક જ મેસેજ મોકલી શકું છું અને એટલું જ કરીશ. તારો કોઈ બોયફ્રેન્ડ હોય તો રહેવા ઠીક છે, ના હોય તો હું ખરેખર સારો છોકરો છું. ચાલ પ્રયત્ન કરીએ, વાત કરીએ, જાણીએ, સમજીએ અને પછી આપણે આગળ જોઈશું.” છોકરા દ્વારા મોકલવામાં આવેલો આ મેસેજ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહ્યો છે.
આ પોસ્ટને X હેન્ડલ પર @lunasol187 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે. પોસ્ટ જોયા બાદ એક યુઝરે લખ્યું – તે ફિલ્મી છોકરા જેવો લાગે છે, તેને એક તક આપો. અન્ય એક યુઝરે લખ્યું- મને આવા મેસેજ બિલકુલ મળતા નથી. ત્રીજા યૂઝરે લખ્યું- કોઈ સારો છોકરો અજાણી છોકરીને મેસેજ કરતો નથી. ચોથા યુઝરે લખ્યું- ઓછામાં ઓછું તે ઈમાનદાર છે. એક યુઝરે લખ્યું- જીવનમાં આટલો આત્મવિશ્વાસ જરૂરી છે.
આ પણ વાંચોઃ વિદેશ જઈ રહ્યા છો? તો નિયમમાં થયેલો ફેરફાર તમારે ફરજિયાત ધ્યાનમાં રાખવો પડશેઃ જાણો