મેરઠ હત્યા કેસમાં થયો મોટો ખુલાસો, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવી આ વાત
મેરઠ, તા.11 જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી સમગ્ર પંથકમાં હડકંચ મચી ગયો હતો. લિસાડી ગેટ વિસ્તારના સોહેલ ગાર્ડનમાં શુક્રવારે એક ઘરમાંથી પતિ, પત્ની અને તેની ત્રણ દીકરીઓની લાશ મળી હતી.
મૃતકની ઓળખાણ મોઈન, પત્ની અસમા અને તેની ત્રણ દીકરી અફ્સા (8), અઝીઝા (4) અને અદીબા (1) સામેલ છે. જાણકારી અનુસાર મોઈન કડીયાકામ કરતો હતો. પાડોશીએ જણાવ્યું કે, ઘરના મુખ્ય ગેટ પર તાળા લાગેલા હતા અને અંદર કોઈ પણ પ્રકારની હલચલ નહોતી થતી.
શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવીને દરવાજો તોડ્યો હતો. દરવાજો ખૂલતાં જ મોઈન અને અસમાની લાશ જમીન પર પડેલી જોવા મળી, જ્યારે ત્રણ બાળકોની લાશ બેડના બોક્સમાંથી મળી. પોલીસને એક વર્ષની બાળકીની લાશ બોરીમાંથી મળી હતી. તેની પણ હત્યા કરીને લાશ બોક્સમાં છુપાવી દીધી હતી.
મેરઠમાં હત્યારાઓએ સુહેલ ગાર્ડનમાં પરિવારની નિર્દયતાથી હત્યા કરી હતી. આઠ વર્ષની દીકરી અક્ષાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી, મોઈન, તેની પત્ની અસ્મા અને બે દીકરીઓ અઝીઝા અને અલિફશાને માથા પર અને પછી ગરદન પર અનેક વાર કરવામાં આવ્યા હતા. એવી શંકા છે કે પરિવારને પહેલા ડ્રગ આપવામાં આવ્યું હતું અને પછી આ ઘોર અપરાધ આચરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. પરિવારના પાંચ લોકોનું ગળું પથ્થર કાપવાના મશીનથી કાપવામાં આવ્યું હતું. સ્થળ પર લોહીથી ખરડાયેલું પથ્થર કાપવાનું મશીન મળી આવ્યું હતું.
આ પણ વાંચોઃ ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણની માહિતી મળે તો તરત જ આ નંબર કરો ડાયલ