ટ્રેન્ડિંગધર્મનેશનલમનોરંજનશ્રી રામ મંદિર

મીનાક્ષી શેષાદ્રીએ નૃત્ય દ્વારા રામલલ્લાના અયોધ્યા પરત ફરવાની કરી ઉજવણી

Text To Speech
  • જૂની ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી અને દિવા મીનાક્ષી શેષાદ્રીનો વીડિયો વાયરલ

મુંબઈ, 28 જાન્યુઆરી: અયોધ્યાના રામ જન્મભૂમિના રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ હતી. આ અવસર પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓની સાથે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ પોતાના આખા પરિવાર સાથે પહોંચ્યા હતા. જે સેલિબ્રિટીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા નહોતા તેમણે સોશિયલ મીડિયા દ્વારા રામલલ્લાના સ્વાગતની ઉજવણી કરી અને ચાહકો સાથે તેમની લાગણીઓ શેર કરી. આવી સ્થિતિમાં બોલિવૂડની વધુ એક દિવા(Diva) અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ રામલલાના સ્વાગતની ઉજવણી કરતો એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો.

 

અભિનેત્રીએ પરંપરાગત પોશાકમાં ભરતનાટ્યમ નૃત્ય કર્યું

રામલલ્લાના આગમનની ઉજવણી કરનાર આ ડાન્સિંગ દિવા જૂની ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી છે. મીનાક્ષી શેષાદ્રીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં મીનાક્ષી (મીનાક્ષી શેષાદ્રી) સિંગર જુબિન નૌટિયાલના લોકપ્રિય રામ ભજન “મેરી ચૌખત પર ચલકર રામ આયે હૈ” પર પરંપરાગત પોશાકમાં ભરતનાટ્યમ નૃત્ય કરતી જોવા મળે છે.

અભિનેત્રી ટેક્સાસમાં પોતાની ડાન્સ સ્કૂલ ચલાવે છે

મીનાક્ષી શેષાદ્રીના ડાન્સ મૂવ્સને નેટીઝન્સ(લોકો) ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી હવે ફિલ્મોથી દૂર છે. અભિનેત્રી માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ દેશથી પણ દૂર રહે છે અને પોતાના પતિ અને બાળકો સાથે ટેક્સાસમાં રહે છે. મીનાક્ષી શેષાદ્રી હવે ટેક્સાસમાં પોતાની ડાન્સ સ્કૂલ ચલાવે છે. મીનાક્ષી શેષાદ્રીએ દેશથી દૂર હોવા છતાં પોતાના પરંપરાગત નૃત્ય સ્વરૂપમાં પ્રભુ રામની ઘરવાપસીની ઉજવણી કરી હતી અને હવે લોકો અભિનેત્રીના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ જુઓ: અદ્ભુત: બાળકે બનાવી રુબિક્સ ક્યુબ વડે ભગવાન રામની છબી

Back to top button