ગુજરાતમાં દવા સસ્તાભાવે મળશે, PM મોદીના જન્મદિવસ પર 73 નવા જેનરિક સ્ટોર ખૂલ્યા
- ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કેન્દ્રો ખુલ્યા
- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટથી આરંભ કરશે
- ઋષિકેશ પટેલ અમદાવાદથી આરંભ કરાવશે
વડાપ્રધાન મોદીના 73મા જન્મદિવસે ગુજરાત રાજ્યમાં 73 નવા જેનરિક સ્ટોર ખૂલ્યા છે. ગરીબ લોકોને બ્રાન્ડેડ દવા સસ્તાભાવે મળે એ માટે રેડક્રોસ સોસાયટીએ નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટથી, ઋષિકેશ પટેલ અમદાવાદથી આરંભ કરાવશે.
આ પણ વાંચો: ગુજરાત: વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર મફત દાંતની સારવાર
હજારો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળશે
રાજ્યના હજારો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેનો લાભ મળશે. રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને બ્રાન્ડેડ દવાઓ સસ્તાભાવે પ્રાપ્ત થાય એ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આજે 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યનાં કુલ 73 સ્થળો પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનો શુભારંભ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવીયા તથા ગુજરાત રેડક્રોસના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ પી.ડી.યુ હોસ્પિટલ ખાતે તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સોલા સિવિલ ખાતે કેન્દ્રનો શુભારંભ થશે.
આ પણ વાંચો: નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ, ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયુ
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કેન્દ્રો ખુલ્યા
આ અંગે વિગતો આપતાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતુ કે, હાલમાં શહેરી વિસ્તારમાં 35, આદિજાતિ વિસ્તારમાં 25 અને અંતરિયાળ વિસ્તારમાં 13 મળી રાજ્યમાં કુલ 73 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો શરૂ કરાશે અને આગામી સમયમાં આવા વધુ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રોના કારણે રાજ્યના હજારો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેનો લાભ મળશે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી ગુજરાતમાં ગરીબ લોકોને ખુબ જ વ્યાજબી ભાવે જેનરીક દવા ઉપલબ્ધ થશે.