દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલો માટે ખરીદેલી દવાઓ નકલી?
- દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નકલી દવાઓના મામલામાં તકેદારી વિભાગના અહેવાલ પર, દિલ્હીના LG વીકે સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખીને તેની તપાસનું સૂચન કર્યું છે.
દિલ્હી, 23 ડિસેમ્બર: દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નકલી દવાઓના તકેદારી વિભાગના અહેવાલ પર, દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખ્યો છે અને તેને સીબીઆઈ તપાસનો સૂચન કર્યું છે. મળતી માહિતી મુજબ, LGએ દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલો માટે ખરીદેલી નકલી દવાઓના મામલામાં તપાસના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકોની ફરિયાદોને કારણે AAP સરકાર હવે આ મુદ્દે ઘેરાયેલી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીની સરકારી હોસ્પિટલોએ રેન્ડમલી નકલી દવાઓ ખરીદી હતી અને આ દવાઓ સરકારી અને ખાનગી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં પરીક્ષણ દરમિયાન ફેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ટેસ્ટ બાદ ખળભળાટ મચી ગયો છે.
On the Vigilance Department’s report of spurious drugs in Delhi government hospitals, Delhi LG VK Saxena writes to Chief Secretary Naresh Kumar directing him for an investigation and CBI inquiry into it.
— ANI (@ANI) December 23, 2023
ન્યૂઝ એજન્સીના ટ્વીટ અનુસાર, એલજીએ સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા ખરીદેલી અપ્રમાણિક દવાઓની ખરીદીને લઈને તપાસના આદેશ આપ્યા છે. એજન્સીના રિપોર્ટ અનુસાર લોકોની ફરિયાદના આધારે AAP સરકારે આડેધડ રીતે હોસ્પિટલો માટે દવાઓની ખરીદી કરી હતી. જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું તો આ દવાઓ સરકારી અને ખાનગી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં પરીક્ષણ દરમિયાન દવાઓ ફેલ થઈ છે. જેના કારણે દિલ્હી સરકારની મુશ્કેલીમાં વધારે થઈ શકે છે.
જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ગ્રામજનોએ આખું ગામ વેચવા CM પાસેથી માંગી મંજૂરી, જાણો શું છે કારણ?