સુપ્રીમ કોર્ટે કોવિડ-19 રોગચાળા અને યુદ્ધને કારણે યુક્રેન , ચીન અને ફિલિપાઈન્સથી પરત ફરેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને નેશનલ મેડિકલ કમિશનના હાલના અભ્યાસક્રમ અને માર્ગદર્શિકા મુજબ બે પ્રયાસોમાં એમબીબીએસની અંતિમ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી છે.
MBBS ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને રાહત
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અને મહામારીના કારણે વિદેશમાં અભ્યાસ કરી રહેલા હજારો ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને પરત ફરવું પડ્યું હતું. ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર દ્વારા એક સમિતિ બનાવવામાં આવી હતી આ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદેશની પરત ફરેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને બે પ્રયાસોમાં MBBS ફાઈનલ પરીક્ષા પાસ કરવાની તક આપવામા આવી છે.જેના કારણે MBBS ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને રાહત મળી છે.
MBBSની ફાઈનલ પરીક્ષા પાસ કરવાની તક
કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પરીક્ષાનો ભાગ 1 અને ભાગ 2 પાસ કરવાની તક આપવાનો નિર્ણય કર્યો છે. નિયમ મુજબ આ વિદ્યાર્થીઓએ એક વર્ષમાં મેડિકલ કોર્સની પ્રવેશ પરીક્ષા પાસ કરવાની રહેશે. અને આ પરિક્ષા પાસ કર્યા પછી તેઓને બે વર્ષની ઇન્ટર્નશિપ કરવાની રહેશે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે આવા વિદ્યાર્થીઓ પાસે ફાઈનલ પરીક્ષા પાસ કરવાની આ છેલ્લી તક હશે. અને આ વિદ્યાર્થીઓને ભારતના કોઈ પણ મેડિકલ કોલેજમાં રજિસ્ટ્રેશન વગર જ MBBSના અંતિમ વર્ષમાં પ્રવેશ મળશે.તેમજ આ વિદ્યાર્થીઓની પરીક્ષા ભારતીય મેડિકલ કોર્સના અભ્યાસક્રમ પર જ આધારિત હશે. અને વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલ બંને પાસ કરવાની માત્ર એક જ તક મળશે.
આ પણ વાંચો : ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ, 5 મહિનાનો રેકૉર્ડ તૂટ્યો