અમદાવાદમાં મેડિકલ સ્ટુડન્ટને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા ચકચાર મચી
- હૈદરાબાદથી ગત શુક્રવારે અમદાવાદ મેડીકલનો સ્ટુન્ડ આવ્યો હતો
- એક સ્વાઈન ફ્લૂ સહિત 215 કમળો અને 481 ટાઇફોઇડના કેસ નોંધાયા
- ચોમાસાની શરુઆતમાં જ રોગચાળો બેકાબુ બની ગયો
અમદાવાદમાં મેડિકલ સ્ટુડન્ટને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા ચકચાર મચી છે. જેમાં હૈદરાબાદથી આવેલા મેડિકલ સ્ટુડન્ટને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. તેમાં જૂનમાં કોલેરાના 39, ઝાડાઊલ્ટીના 1153 કેસ નોંધાયા છે. જેમાં મ્યુનિ.આરોગ્ય વિભાગના અધિકારીઓ ફરિયાદો પર પૂરતું ધ્યાન આપતા નહીં હોવાનો આક્ષેપ છે.
આ પણ વાંચો: અમદાવાદ: ઈસ્કોન બ્રીજ પર નવના મોતની ઘટનામાં વપરાયેલી તથ્ય કાંડની જેગુઆર કારનો વિવાદ
હૈદરાબાદથી ગત શુક્રવારે અમદાવાદ મેડીકલનો સ્ટુન્ડ આવ્યો હતો
એક સ્વાઈન ફ્લૂ સહિત 215 કમળો અને 481 ટાઇફોઇડના કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં ગત સપ્તાહની સરખામણીમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જૂનમાં કોલેરાના 39 અને ઝાડાઉલ્ટીના 1153 કેસ નોંધાયા છે. કોલેરાના કેસ વધવા ઉપરાંત શહેરમાં સ્વાઇનફૂલનો પોઝિટીવ કેસ નોંધાયો છે. હૈદરાબાદથી ગત શુક્રવારે અમદાવાદ મેડીકલનો સ્ટુન્ડ આવ્યો હતો. જેમાં હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોઝિટીવ કેસ બાદ તંત્ર દોડતું થઇ ગયું છે અને તેના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરાઇ લેવા સૂચના અપાઇ છે. આ સિવાય 215 કમળો અને 481 ટાઇફોઇડના કેસ નોંધાયા છે.
ચોમાસાની શરુઆતમાં જ રોગચાળો બેકાબુ બની ગયો
ચોમાસાની શરુઆતમાં જ રોગચાળો બેકાબુ બની ગયો છે. પ્રદૂષિત પાણી, ગરમી અને બાફથી લોકો બીમાર પડી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં બહેરામપુરા, દરિયાપુર, નરોડા, દાણીલીમડાં, વટવા, લાંભા, રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, અસારવા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ રોગચાળો ફેલાઇ રહ્યો છે. જૂન મહિનામાં 3849 પાણીના સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં. આમાંથી 89 સેમ્પલ ફેઇલ આવ્યા છે. જેના લીધે ઝાડા ઉલ્ટી, કમળા, કોલેરા અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. મ્યુનિ. આરોગ્ય વિભાગે કહ્યું કે, 22 જૂન સુધીમાં સાદા મેલેરિયા 26 કેસ અને ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે.