કિર્ગિસ્તાનમાં બર્ફીલા ધોધમાં ફસાઈ જવાથી આંધ્ર પ્રદેશના મેડિકલ સ્ટુડન્ટનું મૃત્યુ
નવી દિલ્હી, 23 એપ્રિલ: આંધ્રપ્રદેશના એક મેડિકલ સ્ટુડન્ટનું કિર્ગિસ્તાનમાં ધોધમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. અનાકાપલ્લે જિલ્લાનો રહેવાસી દસારી ચંદુ (20) યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ સાથે ત્યાં ગયો હતો. તે તેના કેટલાક મિત્રો સાથે ધોધમાં ઉતર્યો. પરંતુ બરફમાં ફસાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું. અનાકાપલ્લે જિલ્લાના મદુગુલા ગામનો રહેવાસી ચંદુ હલવો વેચનાર ભીમા રાજુનો બીજો પુત્ર હતો. તે એક વર્ષ પહેલા MBBS કરવા કિર્ગિસ્તાન ગયો હતો. પરિવારે ભારત સરકારને તેના મૃતદેહને ઘરે લાવવા માટે મદદની અપીલ કરી છે.
મિત્ર સાથે વૉટરફોલ જોવા ગયો હતો
20 વર્ષીય ચંદુ આંધ્રપ્રદેશથી તેના મિત્રો અને અન્ય સહપાઠીઓ સાથે રવિવારે ધોધની મુલાકાત લેવા ગયો હતો પરંતુ તેને ક્યાં ખબરથી હતી કે, આ મુલાકાત તેના માટે છેલ્લી મુલાકાત સાબિત થશે. એકાએક તે બર્ફીલા ધોધમાં ફસાઈ ગયો અને તેનું મૃત્યુ નીપજ્યું. તે એક વર્ષ પહેલા MBBS કરવા કિર્ગિસ્તાન ગયો હતો. બીજી તરફ, પરિવારે ભારત સરકારને મદદની ગુહાર લગાવી છે.
પરિવારે ભારત સરકારને મદદની ગુહાર લગાવી
પરિવારે ભારત સરકારને તેના મૃતદેહને ઘરે લાવવા માટે મદદની અપીલ કરી છે. પરિવારે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીનો સંપર્ક કર્યો અને તેમણે કિર્ગિસ્તાનના અધિકારીઓનો સંપર્ક કર્યો અને ચંદુના મૃતદેહને અનાકાપલ્લે લઈ જવાની વ્યવસ્થા કરી.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના કેમ થઈ રહ્યા છે સતત મૃત્યુ, રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો