ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મેડિકલ એસોસિયેશને આરજી મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું સભ્યપદ રદ્દ કરી દીધું

Text To Speech

નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2024: ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું છે. મળતી માહિતી અનુસાર, IMA હેડક્વાર્ટરના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. આરવી અશોકન દ્વારા રચવામાં આવેલી અનુશાસન સમિતિએ સર્વસંમતિથી IMA કોલકાતા શાખાના ઉપાધ્યક્ષ ડૉ. સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની બળાત્કાર-હત્યાના કેસ બાદ તેના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પણ તપાસના ઘેરામાં આવ્યા હતા. ઘટનાના બીજા જ દિવસે સંદીપ ઘોષે કોલેજના આચાર્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન કૉલેજમાં નાણાકીય અનિયમિતતા અને ભ્રષ્ટાચારના કથિત આરોપો લાગ્યા હતા, ત્યારપછી કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર CBIએ ઘોષ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી હતી.

સીબીઆઈએ સંદીપ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવ્યો હતો. સમાચાર એજન્સી આઈએએનએસના અહેવાલ મુજબ, 9 ઓગસ્ટની સવારે સેમિનાર રૂમમાંથી તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યા બાદ સીબીઆઈ હવે ઘોષ દ્વારા કરવામાં આવેલા મોબાઈલ ફોન કોલ્સ પર નજર રાખી રહી છે. તપાસ અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે કોલ્સ દરમિયાન વાતચીત દરમિયાન ખરેખર શું થયું?

આ પણ વાંચોઃ પીએમ મોદીના ઘરને ઘેરાવ કરીશુંઃ કોંગ્રેસ ધારાસભ્યની ધમકી, જૂઓ વીડિયો

Back to top button