ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મુકેશ અંબાણીએ કરી મોટી ડીલ, રિલાયન્સ અને વૉલ્ટ ડિઝનીના મીડિયા બિઝનેસનું થશે મર્જર

Text To Speech

મુંંબઈ, 25 ફેબ્રુઆરી: વૉલ્ટ ડિઝની અને રિલાયન્સ વચ્ચે મોટી ડીલ થઈ છે. બંને કંપનીએ તેમની મીડિયા કામગીરીને મર્જ કરવા માટે એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે આ બાબતે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મર્જ થયેલી કંપનીમાં 61% હિસ્સો ધરાવી શકે છે. કેમ કે, ડિઝની ભારે સ્પર્ધાના કારણે ભારતમાં તેની વ્યૂહરચનાનું ફરીથી મૂલ્યાંકન કરી રહી છે. જો કે, ડિઝની અને રિલાયન્સના અધિકારીઓએ હજુ સુધી મર્જર એગ્રિમેન્ટને અંગે કોઈ ટિપ્પણી આપી નથી.

ટાટા પ્લે ને પણ ખરીદવાની રિલાયન્સની તૈયારી

સૂત્રોનું કહેવું છે કે બંને પક્ષો વચ્ચે હિસ્સાના વિભાજનમાં ફેરફાર થઈ શકે છે. આગામી થોડા દિવસોમાં આ ડીલની જાહેરાત થઈ શકે છે. તે અંતિમ સોદા સમયે ડિઝનીની સ્થાનિક કંપનીઓનું મૂલ્યાંકન શું છે તેના પર નિર્ભર છે. ડિઝનીની બ્રોડકાસ્ટ સર્વિસ પ્રોવાઈડરમાં ટાટા પ્લે લિમિટેડનો હિસ્સો છે. રિલાયન્સ તેને ખરીદવાનું પણ વિચારી શકે છે. ટાટા પ્લે હાલમાં ટાટા સન્સની માલિકીની છે. ટાટા પ્લેમાં તેનો 50.2% હિસ્સો છે. જ્યારે બાકીના શેર ડિઝની અને સિંગાપોરની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટેમાસેક પાસે છે.

મીડિયા સેક્ટરમાં મોટી તાકાત બનશે

મહત્વનું છે કે,  ડિઝની કંપની ભારતમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. બીજી તરફ, રિલાયન્સે તેના મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ બિઝનેસને નોંધપાત્ર રીતે વિસ્તાર્યો છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા એન્ટરટેઇનમેન્ટ માર્કેટમાંથી એક છે. આવી સ્થિતિમાં રિલાયન્સ અને ડિઝનીની આ ડીલ ફાઈનલ થતાં એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં વધુ વ્યાપ વધશે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીનો દબદબો, રિલાયન્સ ત્રીજી વખત બની દેશની નંબર 1 કંપની

Back to top button