અમદાવાદગુજરાતહેલ્થ

ગુજરાતમાં 3500 કરોડના ખર્ચે મેડિસિટીનું નિર્માણ, સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ ઉપલબ્ધ થશે

Text To Speech

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2024, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અંદાજિત 910 કરોડ, વડોદરામાં 561.45 કરોડ, સુરતમાં 204.70 કરોડ, જામનગરમાં 864.17 કરોડ અને ભાવનગરમાં રૂ. 1003.99 આમ અંદાજિત કુલ 3544.45 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલીટીથી સજ્જ મેડિસિટી નિર્માણ પામી રહી છે.

સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ ઉપલબ્ધ બનશે
જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો ,વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર , વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે હૃદય , કિડની, આંખને લગતા રોગની સારવાર , નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે હૃદય,કિડની મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગો જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે હૃદય રોગ ,મૂત્રાશયના રોગો , પ્લાસ્ટીક સર્જરી ,પેટના રોગો , સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે હૃદય અને લોહીની નસોના રોગો, કિડની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ ઉપલબ્ધ બનશે.

આ પણ વાંચોઃદેશ-વિદેશીઓમાં ગીર નેશનલ પાર્ક હોટ ફેવરિટ, 1.93 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Back to top button