આ રાજ્યમાં 4 જૂન સુધી બંધ રહેશે માંસની દુકાનો! જાણો કારણ


- સિક્કિમ સરકારે બહાર પાડ્યુ જાહેરનામુ
- માંસની દુકાનો પર હંગામી ધોરણે મુક્યો પ્રતિબંધ
- શું છે કારણ? વાંચો આ અહેવાલ
સિક્કિમ સરકારે શનિવારે જણાવ્યું હતું કે તિબેટિયન લોકો દ્વારા મનાવવામાં આવતા બૌદ્ધ કેલેન્ડરનો પવિત્ર મહિનો ‘સાગા દાવા’ના કારણે રાજ્યમાં તમામ માંસની દુકાનો 4 જૂન સુધી બંધ રહેશે. ધર્મશાસ્ત્રીય વિભાગે કહ્યું કે સિક્કિમમાં ‘સાગા દાવા’ મહિનાને ધ્યાનમાં રાખીને, માંસની દુકાનો 27 મેથી 4 જૂનની વચ્ચે બંધ રાખવી જોઈએ.

ડિપાર્ટમેન્ટના નોટિફિકેશનમાં જણાવાયું છે કે લગ્ન સમારોહ, સામાજિક કાર્યો અને પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓને ખોરાક આપવાના સંબંધમાં અનિવાર્ય સંજોગોમાં જ બહારથી માંસની આયાત કરવાની પરવાનગી આપી શકાય છે. આ માટે ઓર્ડર આપનારાઓએ વિભાગ પાસેથી પૂર્વ પરવાનગી લેવી પડશે. જો કે, માછલીની દુકાનોને કોઈપણ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

સરકારે જાહેર કરેલી નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ધાર્મિક ભાવનાઓને માન આપીને આ સમયગાળા દરમિયાન સ્વૈચ્છિક રીતે માછલીઓનું વેચાણ ન કરવું સારું રહેશે. સરકારના આ જાહેરનામા મુજબ, આદેશનું ઉલ્લંઘન કરનારાઓને 1000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.
આ પણ વાંચો: NIAના દરોડામાં મોટો ખુલાસો- ISISનું નેટવર્ક સક્રિય હતું, 2025 સુધીમાં ઇસ્લામિક દેશ બનાવવાનો હતો પ્લાન